શિકાગોઃ વંદે ભારત મિશન હેઠળ વિદેશમાંથી સતત ભારતીયોને એર ઈન્ડિયાના વિમાન દ્વારા વતન પરત લાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત અમેરિકામાંથી પણ મોટા પાયે ભારતીયો સ્વદેશ પરત ફરી રહ્યા છે.

અમેરિકામાં ફસાયેલા 300થી વધારે ભારતીયો થોડા સમયમાં સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા શિકાગોથી મુંબઈ આવવા રવાના થશે. આ ફ્લાઇટ આવતીકાલે સવારે મુંબઈ પહોંચશે અને ત્યાંથી ચેન્નઈ જશે.


ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે સોમવારે સાંજે કહ્યું, 23 ફ્લાઇટ દ્વારા આશરે 4000 ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે.

અમેરિકામાં કોરોનાથી મૃતકોની સંખ્યા 80 હજારને પાર કરી ગઈ છે જ્યારે સંક્રમિતોની સંખ્યા 13,85,834 પર પહોંચી છે. ગુજરાતીઓની વધારે વસતિવાળા ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં કોરોનાનો સૌથી વધારે કહેર જોવા મળી રહ્યો છે.