ઇન્દોરઃ મધ્યપ્રદેશના ઇન્દોરમાં વિદ્યાર્થિની સાથે સામુહિક બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવતા ખભળાટ મચી ગયો છે. કોલેજ કરતી વિદ્યાર્થિનીના મિત્રોએ જ પીણામાં નશીલો પદાર્થ પીવડાવીને મિત્રોએ વારાફરતી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.  આ કેસમાં પોલીસે મંગળવારે મોડી રાત્રે વિદ્યાર્થિની મહિલા મિત્ર સહિત ત્રણ વિદ્યાર્થીઓને આરોપી બનાવ્યા છે. ઘટના બાદ તમામ ફરાર છે.


એસપી આશુતોષ બાગરીએ જણાવ્યું હતું કે, આ ઘટના 23 ઓગસ્ટની છે. ખાનગી કોલેજના પ્રથમ વર્ષની વિદ્યાર્થિની તેના મિત્ર સહિત ત્રણ વિદ્યાર્થીઓ સાથે ફરવા માટે માંડવ ગઈ હતી. અહીંથી રાત્રે પરત આવતી વખતે એક યુવકે પીણામાં નશીલો પદાર્થ ભેળવીને તેને પીવડાવી દીધો હતો. ત્યાર બાદ તેણીને એક ફ્લેટમાં લઈ ગયા હતા. જ્યાં તેના પર સામૂહિક બળાત્કાર થયો હતો. વિદ્યાર્થિની તેના પરિવાર સાથે લાસુડિયા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને આ કેસમાં આરોપી વિદ્યાર્થીઓ અને મહિલા ભાગીદાર સામે ગેંગરેપનો કેસ નોંધાવ્યો હતો.


આ હવસખોરોએ વિદ્યાર્થિનીનો અશ્લીલ વીડિયો અને ફોટો પણ લીધા હતા. આરોપીની ધરપકડ બાદ આ મામલાની પૂછપરછ કરાવશે. ઇન્દોરના એસપી આશુતોષ બાગરીએ કહ્યું કે અમને પીડિતાની ફરિયાદ મળી હતી. અમે કેસની તપાસ શરૂ કરી દીધી છે. ટૂંક સમયમાં તમામ આરોપીઓ પોલીસની કસ્ટડીમાં હશે. આ તમામ લોકો ફરવા ગયા હતા.