લખનઉ: ઉત્તર પ્રદેશમાં 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા ‘મુસ્લિમ કાર્ડ’રમતા સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવે આજે કહ્યું કે બીજેપીએ અયોધ્યામાં વિવાદિત માળખાને પાડી નાંખ્યું હતું. તેના પછી મુસલમાનોએ સપાની સરકાર બનાવી હતી. તેમને દાવો કર્યો કે જનતા એક વાર ફરી ભારે બહુમતીથી સપાની સરકાર બનાવશે.
સપા પ્રમુખે ‘મુલાયમ સંદેશ યાત્રા’ની શરૂઆતના પ્રસંગે આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું, “બીજેપીએ મસ્જિદ પાડી નાંખી હતી. તેના પછી મુસ્લિમોએ અમારી સરકાર બનાવી હતી. મુસલમાનો અમારા વિરોધી નથી. અયોધ્યામાં અમે કોઈને માર્યા નથી, છતાં પણ અમારા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.”
તેમને કહ્યું, “મહિલાઓ અને મુસલમાનો પાર્ટી સાથે વધુ જોડાયા છે. મુસલમાનો અમારા વિરોધી નથી. બીજી પાર્ટીના મુસ્લિમ નેતા પણ અમારા વિરોધ નથી બોલતા. મુસલમાનો સૌથી વધુ પછાત છે. અમે ભર્તીઓ કરી. હવે દરેક પોલીસ સ્ટેશનમાં મુસલમાન સિપાઈ છે.”
લખનઉના ચિકન કપડાનો ઉલ્લેખ કરતા મુલાયમે કહ્યું કે વિશ્વમાં ચિકનના કપડાં જાણીતા છે, જેને લખનઉના મુસલમાનો બનાવે છે. આજે દરેક યુવાનો સંકલ્પ કરીને જશે કે તે ફરી સપાની સરકાર બનાવશે. તેમને કહ્યું, “અત્યારે તમામ યુવાનોને નોકરી મળી નથી, પરંતુ જો હવે પછી સપાની સરકાર બનશે તો દરેક યુવાનોને કંઈકને કંઈ રોજગારી મળશે. કોઈ યુવાન બાકી રહેશે નહીં.