કોહિમાઃ નાગાલેન્ડના ઉપમુખ્યમંત્રી વાઈ પટ્ટને શનિવારે આપેલા નિવેદનને લઈ ચર્ચામાં આવ્યા છે. તેમણે કહ્યું, વિવાદિત સંશોધિત નાગરિકતા કાનૂન અંગે બોલવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એક પણ શબ્દ નહીં બોલવાનું કહેવામાં આવ્યું છે.વિધાનસભામાં વિપક્ષ નેતા ટીઆર જેલિયાંગના સવાલના જવાબમાં પટ્ટને આમ કહ્યું હતું.
જેલિયાંગે પૂછ્યું હતું, રાજ્યમાં બીજેપી ધારાસભ્ય દિલ્હીમાં સીએએ પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ચૂપ કેમ બેઠા હતા ? BJP વિધાયક દળના નેતા પટ્ટને કહ્યું, અમારા કેન્દ્રીય નેતાઓએ અમને એક પણ શબ્દ બોલાવા નથી કહ્યું તેથી અમે ચૂપ હતા.
શનિવારે નાગાલેન્ડ વિધાનસભામાં વિપક્ષે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં હંગામો કર્યો. તેમણે કેરળ અને બંગાળની જેમ સીએએના વિરોધમાં પ્રસ્તાવ પાસ કરવાની માંગ કરી હતી. પટ્ટને વિપક્ષની માંગ ફગાવતા કહ્યું, આ કાનૂનથી નાગાલેન્ડના લોકો પ્રભાવિત નહીં થાય.
ઓસ્ટ્રેલિયાની આ મહિલા ક્રિકેટરે સચિનને શું આપી ચેલેન્જ, જાણો તેંડુલકરે શું આપ્યો જવાબ
ICC અંડર - 19 વર્લ્ડ કપઃ આજે ફાઇનલમાં ભારત-બાંગ્લાદેશનો મુકાબલો, ટીમ ઈન્ડિયાની નજર 5મી વખત ચેમ્પિયન બનવા પર
ન્યૂઝીલેન્ડ સામે રન આઉટથી ફરી હારી ટીમ ઈન્ડિયા, ICC ધોનીને યાદ કરી કહ્યું આમ, જાણો વિગત
BJP નેતાએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- હાઇ કમાન્ડે CAA પર બોલાવાની પાડી છે ના, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Feb 2020 09:22 AM (IST)
શનિવારે નાગાલેન્ડ વિધાનસભામાં વિપક્ષે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં હંગામો કર્યો. તેમણે કેરળ અને બંગાળની જેમ સીએએના વિરોધમાં પ્રસ્તાવ પાસ કરવાની માંગ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -