નવી દિલ્લીઃ ગંગાને સાફ અને નિર્મલ બનાવવા માટે મોદી સરકાર આજે ટનમામી ગંગેટ યોજનામાં દેશભરમાં વિવિધ સ્થાળો પર 231  પ્રોજેક્ટની  શરૂઆત કરશે. જેમા નદીને સાફ કરવા માટે એસટીપી પ્લાન્ટ ઉગાડવાની યોજનાનો પણ સમાવેશ થાય છે.


પરિયોજનાઓમાં ઘાટોના નવીનીકરણ, સ્વેજ સ્ટ્રિટમેન્ટ પ્લાન્ટ (STP) સ્થાપના કરવી, વૃક્ષારોપણ અને જૈવ વિવિધતા સંરક્ષણનો પણ સમાવેશ થાય છે. આ યોજના શરૂઆતમાં 104 સ્થાનો પર બધી પાંચ ગંગા કિનારા વાળા રાજ્યોમાં શરૂ કરવામાં આવશે.

મંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડના દેહરાદૂન,ગઢવાલ,ટિહરી ગઢવાલ, રૂ્દ્ર પ્રયાગ, હરિદ્વાર અને ચમોલી જિલ્લામાં 47 પરિયોજનાઓ શરૂ કરવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ હરિદ્વારમાં આયોજિત કરવામાં આવશે. જેમા ઉમા ભારતી સાથે ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરીશ રાવત અને કેંદ્રીય મંત્રી નિતિન ગડકરી, ચોધરી બિરેન્દર સિંહ અને મહેશ શર્મા હાજર રહેશે.