છત્તીસગઢના નારાયણપુર જિલ્લમાં નક્સલિઓએ જવાનોથી ભરેલી બસમાં બ્લાસ્ટ કર્યો છે. નક્સલિઓના આ હુમલામાં છત્તીસગઢ પોલીસના 3 જવાન શહીદ થયા છે અને 20થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે સતત 3 બ્લાસ્ટ થયા હતા. છત્તસીગઢના ડીજીપી ડીએમ અવસ્થીએ એબીપી ન્યૂઝ સાથે વાતચીતમા તેની પુષ્ટી કરી છે.
પોલીસ અધિકારીઓએ કહ્યું , છત્તીસગઢના નક્સલિ પ્રભાવિત નારાયણપુર જિલ્લમાં નક્સલિયોએ બસમાં બ્લાસ્ટ કર્યો છે. આ ઘટનામાં ત્રણ જવાન શહીદ થયા છે જ્યારે અન્ય જવાન ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાથમિક અહેવાલોમાં સામે આવ્યું છે કે જે સમયે બસ પર હુમલો કરવામાં આવ્યો તે સમયે તેમાંઆ 20થી 25 જવાનો સવાર હતા અને તે ઓપરેશનથી પરત આવી રહ્યા હતા. નોંધનીય છે કે ગયા મહિને પણ નારાયણપૂર જિલ્લામાં ત્રણ ત્રણ અલગ ઘટનાઓમાં નક્સલી હુમલા સામે આવ્યા છે જેમાં બે વીર સપૂતોએ શહીદી વહોરી અને એક જવાન ઘાયલ થયો હતો.
એસપીએ આપેલી જાણકારી અનુસાર વધારાની ફોર્સને ઘટનાસ્થળ પર રવાના કરી દેવામાં આવી છે તથા આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ઘાયલ જવાનોને નારાયણપૂર મુખ્યાલય લાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જગદલપુર એરપોર્ટથી બે હેલિકોપ્ટર પણ રવાના કરી દેવામાં આવ્યા છે જે ઘાયલ જવાનોને રાયપુર એરલીફ્ટ કરીને લઈ આવશે.