નવી દિલ્હી: લાંબી બિમારી બાદ ભૂતપૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીએ12:07 મીનિટે અંતિમ શ્વાસ લીધા હતાં. છેલ્લા ઘણાં દિવસોથી અરૂણ જેટલીની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી જોકે આજે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. આ સમાચાર મળતાં ભાજપના નેતાઓ એઈમ્સ પહોંચી ગયા છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં જ ભાજપના મહિલા નેતા સુષ્મા સ્વરાજે અંતિમ શ્વાસ લીધા હતાં.


અરૂણ જેટલીના નિધનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું અને તેમના પરિવારજનો સાથે વાત કરીને સાંત્વના પાઠવી હતી. નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે.


નોંધનીય છે કે, પૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ડોક્ટોરના જણાવ્યા પ્રમાણે, અરૂણ જેટલીની કાર્ડિક ન્યૂરો સેન્ટરના વોર્ડમાં ભર્તી કરવામાં આવ્યા હતાં.

નોંધનીય છે કે, અરૂણ જેટલી છેલ્લા બે વર્ષની બિમાર હતાં. ગત વર્ષે જેટલીએ એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. ત્યાબાદ જેટલીના ડાબા પગમાં સોફ્ટ ટિશૂ કેન્સર થયું હતું. જેની સર્જરી માટે તેઓ આ વર્ષેજ જાન્યુઆરીમાં અમેરિકા પણ ગયા હતા.