જ્યારે પણ કેન્દ્ર સરકાર કોઈ નવા પગાર પંચની ભલામણ લાગુ કરે ત્યારે તેની અસર પેંશન પર પણ પડે છે. નોંધનીય છેકે 1 જાન્યુઆરી 2004થી નવી પેંશન યોજના એટલે કે એનપીએસ લાગુ કરવામાં આવી હતી. એ વાત અલગ છે કે કેન્દ્રીય કર્મચારીઓ હજુ પણ જૂની પેંશન યોજનાને જ શ્રેષ્ઠ માને છે. સરકારે પોતાના તમામ વિભાગને આ આદેશ લાગુ કરવા માટે કહ્યું છે.
સરકારી સેવામાં રિક્રૂટમેન્ટનું પરિણામ જો 1 જાન્યુઆરી 2004 પહેલા જાહેર થઈ ગયું છે પરેતુ એપોઈમેન્ટ અથવા જોઈનિંગ પોલિસ વેરિફિકેશન, મેડિકલ એક્ઝામના કારણે લેટ થયું હોય તો, તેના માટે કર્મચારી જવાબદાર નથી. આ એડમિનિસ્ટ્રેટિવની ખામી છે. જેથી આવા કર્મચારીઓને One time ઓપ્શન આપવામાં આવી રહ્યું છે. તે પેન્શન વિભાગને આ મુદ્દે લખે અને જુની પેન્શન યોજનાનો લાભ લે. તેના માટે સરકારે 31 મે 2020 સુધીનો સમય આપ્યો છે.
જુની પેન્શન NPS કરતા વધારે ફાયદાકારક છે. કેમ કે, તેમાં બેનિફિટ વધારે છે. તેમાં પેન્શનર સાથે તેનો પરિવાર પણ સુરક્ષિત રહે છે. કર્મચારીને OPSનો ફાયદો મળે છે તો, તેનાથી તેનું રિટાયરમેન્ટ સિક્યોર થઈ જાય છે. સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે, OPS માટે એલિઝિબલ થયા બાદ આ કર્મચારીઓનું NPS ખાતુ બંધ કરી દેવામાં આવશે.