જોકે રાજ્યોને આ આદશની કોપી નથી મળી જેમાં પોલિયો કાર્યક્રમ રદ્દ કરવાની વાત કહેવામાં આવી છે. દેશમાં કોરોના રસીકરણના એક દિવસ બાદ 17 જાન્યુઆરીથી પલ્સ પોલિયો રસીકરણની શરૂઆત થવાની હતી, જે અંતર્ગત પાંચ વર્ષથી ઓછી ઉંમરના લાખો બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે.
જણાવીએ કે, સરકાર 17 જાન્યુઆરીથી કોરોના રસીકરણના પ્રથમ તબક્કાની શરૂઆત થવા જઈ રહી છે. તે અંતર્ગત ત્રણ કોરડ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને કોરોના રસી આપવામાં આવશે. જણાવીએ કે, મુખ્યમંત્રીઓની સાથે થયેલ ચર્ચા દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે અમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે બીજી બીમારીઓ માટે સામાન્ય રીતે ચાલનાર રસીકરણનો કાર્યક્રમ પણ પ્રભાવિત ન થાય.
દર વર્ષે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત થનાર પોલિયો કાર્યક્રમ બહુમૂલ્ય કાર્યક્રમ છે. તે 17 જાન્યુઆરીથી શરૂ થાય છે જે રાષ્ટ્રીય રસીકરણ દિવસ પણ છે. તે અંતર્ગત 17.2 કરોડ બાળકોને પોલિયોના ટીપા પીવડાવાવમાં આવે છે, જે તેમને પોલિયોના વાયરસથી બચાવે છે. ભારતમાં પોલિયોનો છેલ્લો કેસ વર્ષ 2011માં જોવા મળ્યો હતો.