ભારતીય નૌસેનાએ આ જાણકારી આપતા જણાવ્યું કે, આ પહેલીવાર છે કે જ્યારે કોઈ સ્વદેશી લડાકુ વિમાન કોઈ એરક્રાફ્ટ કેરિયર જહાજ પર ઉતાર્યું છે. શનિવારે સવારે 10 વાગીને 2 મિનિટે તેનું સફળ લેન્ડિંગ કર્યું હતું. રક્ષા શોધ અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કમાન્ડર જયદીપ માવલંકરે આ લેન્ડિંગ કરાવ્યું છે. તેનાથી નેવીની ઓન ડેક ઓપરેશનની ક્ષમતાઓ વધી જશે.
આ સફળ લેન્ડિંગ બાદ રશિયા, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટેન અને ચીન બાદ ભારત એરક્રાફ્ટ કેરિયર પર અરેસ્ટેડ લેન્ડિંગ કરનારો છઠ્ઠો દેશ બની ગયો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે તેજસની લેન્ડિંગ બાદ ડીઆરડીઓ અને નૌસેનાને શુભેચ્છા પાઠવતા ટ્વીટ કર્યું હતું.
શું હોય છે અરેસ્ટેડ લેન્ડિંગ ?
નૌસેનામાં સામેલ કરવામાં આવતા વિમાનો ઓછા વજનની સાથે તે અરેસ્ટેડ લેન્ડિંગમાં પણ સક્ષમ હોવા જોઈએ. કારણકે સબમરીન એક ચોક્કસ વજન ઉપાડવાની ક્ષમતા જ ધરાવે છે. તેથી વિમાનનું વજન ઓછું હોય તે પણ જરૂરી છે. ઘણી વાર નેવીના વિમાનોને લડાકુ સબમરીન પર લેન્ડ કરવામાં આવતા હોય છે. કારણકે સબમરીન એક ચોક્કસ વજન ઉપાડવાની ક્ષમતા જ ધરાવે છે. તેથી વિમાનનું વજન ઓછું હોય તે પણ જરૂરી છે. આ સિવાય સામાન્ય રીત યુદ્ધના સબમરીન પર બનાવવામાં આવેલા રનવેની લંબાઈ નિશ્ચિત હોય છે. આ સંજોગોમાં ફાઈટર પ્લેન્સને લેન્ડિંગ દરમિયાન સ્પીડ ઘટાડીને રનવે પર જલદી રોકવું પડે છે. તેથી ફાઈટર પ્લેનને રોકવા માટે અરેસ્ટેડ લેન્ડિંગ જરૂરી હોય છે.