India with Bharat:  હવે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે NCERTના પુસ્તકોમાં ઇન્ડિયાના  બદલે ભારત લખવામાં આવશે. NCERT એ પુસ્તકોમાં જરૂરી ફેરફારો અંગે પેનલના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પેનલના સભ્યોમાંથી એક સીઆઈ આઈઝેકે જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવ થોડા મહિના પહેલા મુકવામાં આવ્યો હતો અને હવે તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે.                                                                                                     

  


NCERT પેનલની ભલામણ એવા સમયે કરવામાં આવી છે જ્યારે રાજકીય વર્તુળોમાં ઇન્ડિયા નામ બદલીને ભારત કરવાની અફવાઓ સાંભળવા મળી રહી છે. ભારતનું નામ બદલીને ભારત કરવાની અફવા ગયા મહિને સપ્ટેમ્બરમાં શરૂ થઈ હતી જ્યારે G20 ઈવેન્ટ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિના નામે મોકલવામાં આવેલા આમંત્રણ પત્રમાં ' ઇન્ડિયાના  રાષ્ટ્રપતિ'ને બદલે 'ભારતના રાષ્ટ્રપતિ' લખવામાં આવ્યું હતું.                                                                                                                                                                     


આ પણ વાંચો


રાજ્યમાં હાર્ટથી વધુ એક યુવતીએ ગુમાવી જિંદગી, 18 વર્ષિય જિજ્ઞાનું ઊંઘમાં જ હૃદય થઇ ગયું બંધ


આણંદના આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહના ઘરેથી દારૂ ઝડપાયા બાદ પદ પરથી હકાલપટ્ટી


Death: હાર્ટ એટેકથી વધુ એક મોત, જામનગરનો 37 વર્ષીય યુવાન છાતીમાં દુઃખાવો ઉપડતા ઢળી પડ્યો


Flyover Bridge: અમદાવાદમાં 75 કરોડના ખર્ચે બનનારા વધુ એક ફ્લાયઓવર બ્રિજને મંજૂરી, આ ચાર એપ્રૉચને જોડશે