નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે 18 એપ્રિલે યોજાનારી નીટ પરીક્ષાને સ્થિગત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેંદ્રીય  સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને ગુરુવારે સાંજે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે કોરોના સંક્રમણની સ્થિતિ જોતા આ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે. આ પરીક્ષામાં આશરે 1.7 લાખ વિદ્યાર્થી સામેલ થવાના હતા. 




દેશભરમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને ત્યારે આ પરીક્ષા ઓફલાઈન યોજાવાની હતી. ઘણા લોકો વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચિંતિત હતા. જેને જોતા કેંદ્ર સરકારે આ નિર્ણય કર્યો છે.