કેજરીવાલ બેંગ્લુરુના નારાયણ હેલ્થ સિટીમાં 12 સપ્ટેબરે દાખલ થયા હતા. અહીં ડૉક્ટર પૉલ સી સાલિન્સે અરવિંદ કેજરીવાલના ગળાનું ઓપરેશન કર્યું હતું. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જની જાણકારી પોતે કેજરીવાલે ટ્વિટ કરીને આપી છે.
કેજરીવાલે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, “હું ઓપરેશન પછી આજે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ રહ્યો છું. હું કિરણજી, ડૉક્ટર શેટ્ટી અને ડૉક્ટર પૉલનો દિલથી આભાર માનું છું. હું તેમને આભાર શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી.”