સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ(Driving License) મેળવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે તમારે સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO)માં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી. તેના બદલે ખાનગી સંસ્થાઓ હવે ટેસ્ટ લેવા અને પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત છે. આ નવો નિયમ 1 જૂન 2024થી લાગુ થશે. તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.


ખાનગી ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રો માટે નવા નિયમો



  • ખાનગી ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર માટે ઓછામાં ઓછી 1 એકર જમીન હોવી જોઈએ. 4 વ્હીલર મોટર માટે ડ્રાઇવિંગ સેન્ટરમાં વધારાની 2 એકર જમીનની જરૂર પડશે.



  • ખાનગી ડ્રાઇવિંગ ટ્રેનિંગ કેન્દ્ર પાસે યોગ્ય ટેસ્ટિંગ સુવિધાઓની ઍક્સેસ હોવી જોઈએ. ટ્રેનર પાસે ઓછામાં ઓછો હાઇ સ્કૂલ ડિપ્લોમા હોવો આવશ્યક છે. આ સિવાય તેમની પાસે ડ્રાઇવિંગનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. પ્રશિક્ષકોએ બાયોમેટ્રિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી સિસ્ટમના ફંડામેન્ટલ્સની જાણકારી હોવી જરૂરી છે


ટ્રેનિંગનો સમયગાળો


હળવા વાહનની તાલીમ 4 અઠવાડિયા (ઓછામાં ઓછા 29 કલાક)માં પૂર્ણ કરવી આવશ્યક છે. તાલીમને ઓછામાં ઓછા બે વિભાગોમાં વિભાજિત કરવી પડશે – થિયરી અને પ્રેક્ટિકલ. જેમાં થિયરી વિભાગ 8 કલાકનો હોવો જોઈએ જ્યારે પ્રેક્ટિકલ વિભાગ 21 કલાકનો હોવો જોઈએ.


ભારે મોટર વાહનો માટે 38 કલાકની ટ્રેનિંગ હશે, જેમાં 8 કલાકની થિયરી શિક્ષણ અને 31 કલાકની પ્રેક્ટિકલ તૈયારીનો સમાવેશ થશે. આ તાલીમ 6 અઠવાડિયામાં પૂર્ણ કરવામાં આવશે. આ નિયમોનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે ખાનગી ડ્રાઇવિંગ પ્રશિક્ષણ કેન્દ્રો હળવા અને ભારે વાહનોના ડ્રાઇવરો માટે ઉચ્ચ ધોરણો જાળવી રાખે.


 


આટલી ફી હશે (Driving License Fees)


વિવિધ પ્રકારના ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ફી નીચે મુજબ છે


 



  • લર્નર લાઇસન્સઃ 200 રૂપિયા



  • લર્નર લાઇસન્સ રિન્યુઅલઃ 200 રૂપિયા



  • આંતરરાષ્ટ્રીય લાઇસન્સ: 1000 રૂપિયા



  • કાયમી લાઇસન્સ: 200 રૂપિયા


 


ડ્રાઇવર લાઇસન્સ માટે કેવી રીતે અરજી કરવી



  • આ માટે પહેલા પોર્ટલ (https://parivahan.gov.in) પર જાવ.



  • હોમપેજ પર ડ્રાઇવિંગ લાઇસન્સ એપ્લાય ઓપ્શન પર ક્લિક કરો



  • હવે અરજી ફોર્મ ખુલશે. જો જરૂરી હોય તો તમે તેની પ્રિન્ટ કાઢી શકો છો.



  • અરજી ફોર્મમાં બધી જરૂરી માહિતી યોગ્ય રીતે ભરો.



  • ફોર્મમાં દર્શાવેલ દસ્તાવેજો અપલોડ કરો.



  • હવે આપેલ સૂચનાઓ મુજબ ફરીથી ભરો.



  • તમે તમારી પસંદગીના આધારે ઓનલાઈન અથવા ઓફલાઈન બંને અરજી કરી શકો છો.



  • અરજીની પ્રક્રિયા પૂર્ણ થયા પછી જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા અને તમારી ડ્રાઇવિંગ સ્કિલનું પ્રમાણ આપવા માટે RTO પર જાવ.


 


તમામ સ્ટેપ્સ પૂર્ણ થયા બાદ તમને લાઇસન્સ આપવામાં આવશે.