વોટ્સએપ તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં માટે નવા આઈટી નિયમોને લઈને ભારત સરકાર વિરુદ્ધ કોર્ટમાં ગયા બાદ ટ્વિટરે આઈટી મંત્રાલયને અનુરોધ કર્યો કે તેઓ કંપનીને નવા દિશા નિર્દેશ લાગૂ કરવા માટે આશરે ત્રણ મહિનાનો સમય આપે. કથિત કૉંગ્રેસ ટૂલકિટ વિવાદ સંબંધિત આ સપ્તાહની શરુઆતમાં દિલ્હી અને ગુરુગ્રામમાં ટ્વિર કાર્યાલયો પર પોલીસે દરોડા પાડ્યા હતા.
કંપની ભારતમાં લાગુ કાયદાના પાલન માટે પ્રયત્નશીલ રહેશે તેના પર ભાર મૂકતા ટ્વિટર ( Twitter ) ના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું છે કે, ‘અમે ભારતમાં અમારા કર્મચારીઓ વિશે તાજેતરની ઘટનાઓ અને તે માટે અભિવ્યક્તિની સ્વતંત્રતાની સંભાવનાથી ચિંતિત છીએ. જેની અમે સેવા કરીએ છીએ .
સરકારે સોશિયલ મીડિયા(Social Media) કંપનીઓ પાસેથી નિયમ અમલનો રિપોર્ટ માંગ્યો
આઇટી મંત્રાલયે ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ જેવી સોશયલ મીડિયા(Social Media) કંપનીઓને તાત્કાલિક નવા ડિજિટલ નિયમોનું પાલન કરવાની સ્થિતિ અંગેનો સ્ટેટસ રિપોર્ટ આપવા જણાવ્યું છે. બુધવારથી નવા નિયમો અમલી બન્યા છે. આ કંપનીઓએ ઈ-મેલ દ્વારા આ મામલે પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા નથી.
વોટ્સએપ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યું
વોટ્સએપે સરકારના નવા ડિજિટલ નિયમોને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યા છે. વોટ્સએપ કહે છે કે એન્ક્રિપ્ટેડ સંદેશાઓ અંગે એક્સેસ આપવાથી પ્રાઈવસીનો ભંગ થશે. જ્યારે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે ભારતે જે પણ પગલાં સૂચવ્યા છે તેનાથી વોટ્સએપની સામાન્ય કામગીરીને અસર નહીં થાય. ઉપરાંત, સામાન્ય વપરાશકર્તા પર તેની કોઈ અસર નહીં પડે.
નવા નિયમો શું છે ?
નવા નિયમોની જાહેરાત 25 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. આ નવા નિયમ હેઠળ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ જેવા મોટા સોશયલ મીડિયા પ્લેટફોર્મ માટે વધારાના પગલા લેવાની જરૂર રહેશે. આમાં ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર અને નોડલ ઓફિસર અને ભારતમાં જ ફરિયાદ અધિકારીની નિમણૂક કરવા સહિતની શરતોનો સમાવેશ થાય છે.