નવી દિલ્હીઃ કોરોના વાયરસ મુદ્દે તબલીગી જમાત વિરુદ્ધ ન્યૂઝ ચલાવવા મામલે ટીવી રિપોર્ટ્સ અને એન્કરોને ધમકી મળી રહી છે. એક નિશ્વિત વર્ગના લોકો દ્ધારા ટીવી રિપોટર્સ અને એન્કરોને ધમકીઓ આપવાને ન્યૂઝ બ્રોડકાર્ટર્સ અસોસિયેશને ગંભીરતાથી લીધી હતી અને આ મામલે એનબીએએ ન્યૂઝ એન્કર્સ અને રિપોર્ટર્સને ધમકી આપનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની વહીવટીતંત્ર અને પોલીસ સમક્ષ માંગ કરી હતી. સાથે એનબીએએ કહ્યું કે  કોરોનાની લડાઇમાં ટીવી ચેનલોએ જે જાગરૂકતા ફેલાવવાનું કામ કર્યુ તે પ્રશંસનીય છે.

ન્યૂઝ બ્રોડકાર્ટર્સ અસોસિયેશને એક નિવેદનમા જણાવ્યું હતું કે, તાજેતરમાં કોરોના વાયરસના ફેલાવવા મામલે જમાતની ભૂમિકા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે કારણ કે જમાતના ધાર્મિક કાર્યક્રમ બાદ દેશભરમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસમાં ઉછાળો આવ્યો છે. એનબીએએ કહ્યું કે, સમાચાર ચેનલોમાં કામ કરનારા એન્કરો અને પત્રકારોને વિશેષ કરીને વોટ્સએપ, ટિકટોક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એવા વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે જેમાં કેટલાક ધાર્મિક પ્રચારકો કેટલાક ટીવી ન્યૂઝ એન્કરોનું નામ લઇ રહ્યા છે અને તે ચેનલોના પત્રકારો પર હુમલાની ધમકી આપી રહ્યા છે.

એનબીએએ કહ્યું કે, એનબીએ સમાજના એક વર્ગમાં આ પ્રકારની ધૃણાને ઉજાગર કરે છે અને સરકાર અને કાયદાને લાગુ કરનારી એજન્સીઓ સમક્ષ આવા અસામાજિક તત્ત્વો વિરુદ્ધ તત્કાળ પ્રતિબંધની કાર્યવાહીની અપીલ કરે છે. ઇલેક્ટ્રોનિક મીડિયાએ વર્તમાનમાં લોકડાઉન દરમિ યાન ભારતમાં કોરોના વાયરસ મહામારી દરમિયાન નિષ્પક્ષ, સંતુલિત રિપોટિંગ કર્યુ છે. સમાજના તમામ વર્ગોને કોરોના વાયરસ મહામારી પર ટીવી ડિબેટમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપ્યું છે.

એનબીએએ ધાર્મિક કટ્ટરપંથીઓ દ્ધારા સમાચાર ચેનલો વિરુદ્ધ ધમકીભર્યા મેસેજ આપવાની નીંદા કરે છે. આ પ્રકારની ગતિવિધિઓ આપણા બંધારણમાં મૌલિક અધિકાર. અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. એનબીએ ઇચ્છે છે કે તે નેતાઓ આગળ આવે અને કોરોના વાયરસ ફેલાવવા માટે તબલીગી જમાતની ભૂમિકા પર પોતાનું વલણ સ્પષ્ટ કરે.