મુંબઈ: કૌભાંડ બાદ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કૉઓપરેટિવ બેન્ક ડૂબી જતાં લોકોના 11 હજાર 600 કરોડ રૂપિયા ફંસાયા છે. આજે બેન્કના એકાઉન્ટહોલ્ડર્સે મુંબઈમાં ભાજપ કાર્યાલય બહાર નાણાંમંત્રી નિર્મલા સીતારમણને ઘેરી લીધાં હતા. પીએમસી બેન્કના નારાજ ગ્રાહકો સાથે મુલાકાત બાદ નિર્મલા સીતારમણે કહ્યું કે રિઝર્વ બેન્ક આ મામલે તપાસ કરી રહી છે. આ મામલે સરકારને કોઈ લેવા દેવા નથી.

નિર્મલા સીતારમણે કહ્યું કે રાજય સ્તરીય કો-ઓપરેટિવ બેન્કોના સંચાલનમાં સુધારાની જરૂરિયાત છે તો કાયદામાં ફેરફાર કરવામાં આવશે. તેની પર ચર્ચા માટે નાણાંકીય સેવાઓ અને આર્થિક મામલાના વિભાગોના સચિવ ઝડપથી આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર સાથે મુલાકાત કરશે.


નાણાંમંત્રીએ કહ્યું કે બેન્કના ગ્રાહકોના હિતો માટે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસને જણાવવામાં આવશે. આરબીઆઈને અપીલ કરવામાં આવશે કે એકાઉન્ટહોલ્ડર્સને ઝડપથી રકમ વિડ્રોઅલની છૂટ આપવામાં આવે.

રિપોર્ટસ પ્રમાણએ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેન્કમાં ગ્રાહકોના 11500 કરોડ રૂપિયા જમાં છે. બેન્કની બ્રાન્ચ પંજાબ, મહારાષ્ટ્ર, દિલ્હી અને ગોવામાં પણ છે. પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેન્કની 137 શાખા છે.