નીતિન ગડકરીએ કહ્યું કે, 5 વર્ષના કાર્યકાળમાં મારી સૌથી મોટી નિષ્ફળતા એ છે કે હું માર્ગ અકસ્માતો ઘટાડી શક્યો નથી. અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. દર વર્ષે 5 લાખ અકસ્માત થાય છે અને 1.5 લાખ મૃત્યુ થાય છે. જો કે, છેલ્લા 3 મહિનામાં પહેલીવાર અકસ્માતો અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે.
નીતિન ગડકરીએ કહ્યું દુખદ વાત છે કે, આપણે અકસ્માતોને કારણે આપણા જીડીપીના 2 ટકા ગુમાવીએ છીએ. ગડકરીએ કહ્યું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો વધારવા પર તેમનું ઘણું ભાર છે, તે અકસ્માતોને ઘટાડવામાં મહત્વનું બની શકે છે.