નવી દિલ્લી: કોરોના વેક્સિન કોને લગાવવી જોઇએ અને કોને ન આપવી જોઇએ? આ મુદ્દે એક્સ્પર્ટનો હજુ એક મત નથી. કેટલાક એક્સ્પર્ટનો મત છે કે, કોરોના થયા બાદ છ મહિના સુધી શરીરમાં એન્ટીબોડી રહે છે. ભારતમાં નવી ગાઇડ લાઇન્સ અનુસાર કોરોના સંક્રમણના ત્રણ મહિના બાદ રસી આપવાની સલાહ અપાઇ છે. આ વચ્ચે કેટલાક નવા રિસર્ચ પણ સામે આવ્યાં છે. જેમાં તારણ છે કે, જે લોકો સંક્રમિત થઇ ચૂક્યાં છે. જેને વેક્સિનની જરૂર નથી. 

Continues below advertisement


હાલ આ લોકોને વેક્સિનની જરૂર છે
પબ્લિક હેલ્થ એક્સપર્ટના ગ્રૂપનું કહેવું છે કે, અંધાધૂંધ અને અપૂર્ણ રસીકરણ કોરોના વાયરસના નવા વેરિયન્ટના ઉભારનું કારણ બની શકે છે. તેમણે સૂચન કર્યું છે કે., જે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે. તેમનું હાલ રસીકરણની કોઇ જરૂર નથી. તેમણે જણાવ્યું કે, હાલ એવા લોકોના વેક્સિનેશન પર ધ્યાન આપવું જોઇએ જે હાઇરિસ્કમાં છે. જેના પર સંક્રમણ થવાનું વધુ જોખમ છે. 


એક્સપર્ટે કહ્યું કે, વેક્સિનેશનની નીતિ કેવી રીતે બનાવવી


ઇન્ડિયન પબ્લિક હેલ્થ એસોશિયએશનના નિષ્ણાત દ્વારા તૈયાર કરવામાં આવેલ રિપોર્ટ મુજબ બધા જ લોકોને ધ્યાનમાં રાખીને રસીકરણનો પ્લાન બનાવાવ કરતા હાલ એ જરૂરી છે કે મહામારીની સ્થિતિના આંકડાને ધ્યાનમાં રાખીને વેક્સિનેશન માટે નીતિ તૈયાર કરવામાં આવે. ઉલ્લેખનિય છે કે, ગુરૂવારે  જાહેર થયેલ વેક્સિનેશનના આંકડા મુજબ 18થી 44 આયુવર્ગના 1864234  અને 77136  લાભાર્થીઓને ક્રમશ વેક્સનના પહેલા અને બીજો ડોઝ લઇ લીધો છે. 


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


ભારતમાં કોરોના મહામારીથી બગડતી સ્થિતિમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે. સતત ચોથા દિવસે એક લાખ કરતાં ઓછા કોરોનાના કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 91702 નવા કોરોનાને કેસ આવ્યા છે અને 3403 લોકોના મોત થયા છે. જ્યારે 1 લાખ 34 હજાર 580 લોકો કોરોનાથી ઠીક થાય છે. એટલે કે વિતેલા  દિવસે 46281 એક્ટિવ કેસ ઘટ્યા છે. આ પહેલા બુધારે 94052 કેસ નોંધાયા હતા.


ગઈકાલે દેશમાં સતત 29માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં વધારે રિકવર થયા છે. 10 જૂનના સુધીમાં દેશભરમાં 24 કરોડ 60 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 32 લાખ 74 હજાર રસી આપવામાં આવી હતી. જ્યારે અત્યારે સુધી 37 કરોડ 42 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે અંદાજે 20.44 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેનો પોઝિટિવીટી રેટ 4 ટકાથી વધારે છે.