નવી દિલ્હીઃ નોઇડા જિલ્લામાં લગ્ન પ્રસંગે ફટાકડા ન ફોડવા અને આતશબાજી ન કરવા માટે અત્યાર સુધી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા હતા પરંતુ હવે પ્રશાસને કડકાઈ દેખાડવાની ચેતવણી આપી છે. ઉપરાંત જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને જો આ પ્રકારની કોઈ સૂચના મળે તો સંબંધિત લોકોની તાત્કાલિક ધરપકડ કરવાના આદેશ આપ્યા છે.


આ સંદર્ભે શનિવારે સિટી મેજિસ્ટ્રેટે એક વીડિયો બહાર પાડીને કહ્યું કે, સતત જાગૃત કર્યા બાદ લગ્નપ્રસંગોમાં આતશબાજીની સૂચના મળી રહી છે. જો કાયદાનું પાલન નહીં કરવામાં આવે તો કાર્યવાહી દરમિયાન દુલ્હાની પણ ધરપકડ થઈ શકે છે.

સિટી મેજિસ્ટ્રેટ શૈલેન્દ્ર કુમાર મિશ્રેએ કહ્યું, સુપ્રીમ કોર્ટે ફટાકડા અને આતશબાજી પર પ્રતિબંધ લગાવ્યો છે પરંતુ કેટલાક લોકો લગ્ન સમારંભમાં આતશબાજી કરી રહ્યા છે. આ માટે તમામ પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો છે કે, સૂચના મળવા પર સ્થળ પર પહોંચીને ફોનમાં ફોટો લો અને જે કોઈ આરોપી હોય તેમની સામે ફરિયાદ દાખલ કરી ધરપકડ કરો.

તેમણે કહ્યું કે, અત્યાર સુધી આ પ્રકારની ઘટનામાં દુલ્હાની ધરપકડ કરવામાં આવતી નહોતી પરંતુ જો લોકો નહીં માને તો આયોજકની સાથે દુલ્હાની પણ ધરપકડ શરૂ કરવામાં આવશે. પોલીસની સાથે મળીને આ યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ હાલતમાં આતશબાજી ચલાવી લેવાશે નહીં.

INDvBAN: કોહલી-રહાણેની જોડીએ તોડ્યો ગાંગુલી-તેંડુલકરનો રેકોર્ડ, જાણો વિગત

ગંગુબાઈ કાઠિયાવાડીનો સેટ જોઈ ચોંકી ગઈ આલિયા ભટ્ટ, કહી આ મોટી વાત, જાણો વિગત

મહારાષ્ટ્રમાં આજે ‘સુપ્રીમ’ ફેંસલાનો દિવસ, BJP નેતાઓ સાથે વકીલની શરણમાં પહોંચ્યા અજીત પવાર