કોલકાતાઃ અત્રેના ઈડન ગાર્ડનમાં રમાઇ રહેલી ભારત-બાંગ્લાદેશ વચ્ચેની સૌપ્રથમ ડે નાઇટ ટેસ્ટમાં બાંગ્લાદેશની ટીમે બીજા દિવસના અંતે 6 વિકેટના નુકસાન પર 152 રન બનાવ્યા છે અને હજુ તેઓ ભારતથી 89 રન પાછળ છે. રહીમ 59 રને રમતમાં છે. મહમુદુલ્લા 39 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. ભારત તરફથી ઈશાંત શર્માને 4 અને ઉમેશ યાદવને 2 સફળતા મળી છે.


241 રનના દેવા સાથે મેદાનમાં ઉતરેલી બાંગ્લાદેશની ટીમની બીજી ઈનિંગમાં પણ કંગાળ શરૂઆત થઈ હતી. પ્રવાસી ટીમે 13 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી. પરંતુ તે બાદ રહીમ અને મહમુદુલ્લાએ ભારતીય બોલરોને મચક આપી નહોતી. મહમુદુલ્લા 39 રન બનાવી રિટાયર્ડ થયા બાદ ભારતે મહેદી હસન (15 રન) અને તૈજુલ ઇસ્લામ (11 રન)ની વિકેટ લીધી હતી.

બીજા દિવસે ભારત પ્રથમ ઈનિંગ 347/9 પર દાવ ડિકલેર કર્યો હતો. સાહા 17 અને શમી 10 રને નોટ આઉટ રહ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન કોહલીએ સર્વાધિક 136 રન બનાવ્યા હતા. સદી ફટકારવાની સાથે જ કોહલી ભારત તરફથી ડે નાઇટ ટેસ્ટમાં સદી મારનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. ચેતેશ્વર પૂજારાએ 55 અને અજિંક્ય રહાણે 51 રનનું યોગદાન આપ્યું હતું. રહાણે કોહલી સાથે ચોથી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

ભારતીય કેપ્ટન કોહલી અને અંજિક્યા રહાણેએ બાંગ્લાદેશ સામેની ઐતિહાસિક પિંક બોલ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ચોથી વિકેટમાં 99 રનની ભાગીદારી કરી હતી. આ સાથે બંનેએ અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટની 42 ઈનિંગમાં 2,763 રન જોડયા હતા અને ટેસ્ટ ઈતિહાસમાં ચૌથી વિકેટમાં સર્વાધિક રન જોડનારી ભાગીદારીઓમાં બીજું સ્થાન હાંસલ કરી લીધું હતુ. તેમણે પાકિસ્તાનના ઈન્ઝમામ અને યુસુફના 50 ઈનિંગમાં 2,677 રન તેમજ ગાંગુલી અને તેંડુલકરના 44 ઈનિંગમાં 2,695 રનના રેકોર્ડને ઓવરટેક કર્યો હતો. હવે આ રેકોર્ડમાં કોહલી-રહાણે કરતાં માત્ર મિસ્બાહ અને યુનુસ ખાન જ આગળ છે, જેમણે ચોથી વિકેટમાં 51 ઈનિંગમાં 3,138 રન જોડયા હતા.

મહારાષ્ટ્રમાં આજે ‘સુપ્રીમ’ ફેંસલાનો દિવસ, BJP નેતાઓ સાથે વકીલની શરણમાં પહોંચ્યા અજીત પવાર

ગંગુબાઈ કાઠિયાવાડીનો સેટ જોઈ ચોંકી ગઈ આલિયા ભટ્ટ, કહી આ મોટી વાત, જાણો વિગત