HMPV: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ HMPV વાયરસ અંગે કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી અને અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આ કોઈ નવો વાયરસ નથી અને તેની ઓળખ પહેલીવાર 2001માં થઈ હતી. તેમણે કહ્યું કે અમે તૈયાર છીએ અને તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ચીનમાં જોવા મળતા આ વાયરસની ભારતમાં પણ ઓળખ કરવામાં આવી છે, જ્યાં કર્ણાટક, કોલકાતા અને ગુજરાતમાં તેનાથી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ નિષ્ણાતોને ટાંકીને સ્પષ્ટતા કરી કે HMPV ઘણા વર્ષોથી આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. HMPV શ્વાસ અને હવા દ્વારા ફેલાય છે. તે તમામ વય જૂથના લોકોને અસર કરી શકે છે. આ વાયરસ શિયાળાના શરૂઆતના મહિનાઓ અને ઋતુ પરિવર્તનમાં વધુ ફેલાય છે. "ચીનમાં HMPV કેસના તાજેતરના અહેવાલો અનુસાર, આરોગ્ય મંત્રાલય, ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ચીન તેમજ પડોશી દેશોની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે."
'ચિંતા કરવાની જરૂર નથી'
સ્થિતિની સમીક્ષા કરવા માટે 4 જાન્યુઆરીએ આરોગ્ય સેવાઓના મહાનિર્દેશકની અધ્યક્ષતામાં સંયુક્ત મોનિટરિંગ જૂથનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશની આરોગ્ય પ્રણાલીઓ અને સર્વેલન્સ નેટવર્ક સતર્ક છે, તે સુનિશ્ચિત કરે છે કે દેશ કોઈપણ મહામારીને લઇને એલર્ટ રહે છે," આરોગ્ય મંત્રીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, "અમે પડકારોનો તરત જ જવાબ આપવા માટે તૈયાર છીએ. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ."
HMPV વાયરસ અંગે નિષ્ણાતનો અભિપ્રાય શું છે?
પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડૉ. કુણાલ સરકારે આ વાયરસને લઈને ચેતવણી આપી છે કે સરકારે આ અંગે ગંભીર પગલાં લેવાની જરૂર છે. "સરકારે સાવચેતી રાખવી જોઈએ અને નાગરિકોને આ વાયરસથી બચાવવા જોઈએ જેમ તેઓ દેશની સરહદોનું રક્ષણ કરે છે. ડૉ. સરકારે કહ્યું હતું કે, "એચએમપી વાયરસ એ આરએનએ-સ્ટ્રૈડેડ વાયરસ છે, જે ચેપી હોવા છતાં કોવિડ-19 જેટલો ગંભીર નથી. તેના સામાન્ય લક્ષણોમાં તાવ, ઉધરસ અને શરદીનો સમાવેશ થાય છે, જેને RT-PCR ટેસ્ટ દ્વારા ઓળખી શકાય છે.
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?