નવી દિલ્હીઃ ભારતે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ 370 રદ કર્યા બાદ પાકિસ્તાન રઘવાયું થયું છે. ભારત સાથેના વેપાર ટ્રેડનો અંત આણ્યા બાદ પાકિસ્તાને બંને દેશો વચ્ચે દોડતી સમજોતા એક્સપ્રેસ રદ કરી હતી. પાકિસ્તાન દ્વારા લાહોર-દિલ્હી બસ સેવા રદ કરવાના ફેંસલા બાદ ભારતે પણ સોમવારે આ બસ રોકી દીધી હતી. દિલ્હી પરિવહન નિગમના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે જણાવ્યું કે, દિલ્હી-લાહોર બસ સેવા રદ કરી દેવામાં આવી છે. આ પહેલા શનિવારે પાકિસ્તાનના સંચાર તથા ડાક સેવા મંત્રી મુરાદ સઈદે મૈત્રી બસ સેવાને સોમવારથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી.
નિગમના અધિકારીએ જણાવ્યું કે, ડીટીસીને એક બસ સોમવારે સવારે છ વાગે લાહોર માટે રવાના થવાની હતી પરંતુ પાકિસ્તાને બસ સેવા સસ્પેન્ડ કર્યાનો નિર્ણય લીધો હોવાથી બસ રવાના થઈ નથી. ડીટીસીએ એક નિવેદનમાં કહ્યું છે કે, દિલ્હી-લાહોર બસ સેવા સ્થગિત કરવાના પાકિસ્તાનના ફેંસલાને જોતા ડીટીસી 12 ઓગષ્ટથી બસ મોકલ સમર્થ નથી.
પાકિસ્તાનના પર્યટન વિભાગે શનિવારે ટેલીફોનના માધ્યમથી ડીટીસીને સોમવારે બસ સેવા રદ કરવાની સૂચના આપી હતી. લાહોર માટે અંતિમ બસ શનિવારે સવારે રવાના થઈ હતી. જેમાં બે યાત્રી હતા. પરત ફરેલી બસમાં 19 યાત્રીઓ સાંજે દિલ્હી પહોંચ્યા હતા. રવિવારે બસ નહોતી દોડી.
દિલ્હી-લાહોર વચ્ચે બસ સેવા પ્રથમ વખત વાજપેયી સરકારમાં ફેબ્રુઆરી, 1999માં શરૂ થઈ હતી. પરંતુ 2001માં સંસદ પર થયેલા આતંકી હુમલા બાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. બાદમાં જુલાઈ, 2003માં ફરીથી સ્થગિત કરી દેવામાં આવી હતી. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં પુલવામા આતંકી હુમલો અને બાદમાં ભારતની જવાબી કાર્યવાહીના ભાગરૂપે બાલાકોટ હવાઈ હુમલા બાદ બંને દેશોના સંબંધ ખરાબ થયા બાદ બસ સેવા ચાલુ હતી પંતુ ખૂબ ઓછા મુસાફરો ટ્રાવેલિંગ કરતા હતા. પરંતુ હવે બસ સેવા સ્થગિત કરી દેવાનો નિર્ણય લીધો છે.
મુકેશ અંબાણીએ રિલાયન્સની AGMમાં જમ્મુ-કાશ્મીર, લદાખને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત
યુવરાજ સિંહે કેવિન પીટરસનને કેમ કહ્યું, બધુ ઠીક તો છે ને? જાણો શું છે સમગ્ર મામલો
ભારતે પણ રદ કરી દિલ્હી-લાહોર મૈત્રી બસ સેવા, જાણો વિગત
abpasmita.in
Updated at:
12 Aug 2019 05:21 PM (IST)
પાકિસ્તાન દ્વારા લાહોર-દિલ્હી બસ સેવા રદ કરવાના ફેંસલા બાદ ભારતે પણ સોમવારે આ બસ રોકી દીધી હતી. દિલ્હી પરિવહન નિગમના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે જણાવ્યું કે, દિલ્હી-લાહોર બસ સેવા રદ કરી દેવામાં આવી છે. આ પહેલા શનિવારે પાકિસ્તાનના સંચાર તથા ડાક સેવા મંત્રી મુરાદ સઈદે મૈત્રી બસ સેવાને સોમવારથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -