ભુવનેશ્વરઃ ઓડિશામાં એક મોટી રેલવે દૂર્ઘટના ઘટી છે. અહીં કટક નિર્ગુડી સ્ટેશનની પાસે એક ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઇ છે. આ દૂર્ઘટનામાં 40થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે, જ્યારે 6 લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.

રિપોર્ટ પ્રમાણે, આ ટ્રેન ધૂમ્મસના કારણે માલગાડીથી કટરા ગઇ હતી, અને પાટા પરથી નીચે ઉતરી ગઇ હતી. ટ્રેનના આઠ ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા છે. હાલ રેલવે તંત્ર ત્યાં પહોંચી ગયુ છે અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યુ છે.

દૂર્ઘટનાનો શિકાર થયેલી ટ્રેન મહારાષ્ટ્રના મુંબઇથી ઓડિશાની રાજધાની ભુવનેશ્વર જઇ રહી હતી.