નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કાંફ્રેંસના નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે પીએમ મોદીના ચૂંટણી રથને 2019માં રોકવો મુશ્કેલ હશે. તેમને એક અંગ્રેજી અખબારને આપેલા ઈંટરવ્યૂમાં ઉમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, ‘લોકો એક વિકલ્પ ઈચ્છે છે, પરંતુ અમે તેમને એક વિકલ્પ આપી શકીએ તેમ નથી.’
કોંગ્રેસ વિશે કરતાં તેમને કહ્યું હતુ કે, કોંગ્રેસમાં એક સખ્ત સર્જરીની જરૂર છે. મોદી સામે લડવા માટે દરેક સ્તરે સુધારો કરવો પડશે. મોદીને હરાવવા સરળ નથી. પરંતુ આપણે એક દિવસ જાગવુ પડશે અને નિર્ણય કરવો પડશે કે તેમને હરાવવા છે. મોદીને હરાવવા પ્લાનિંગ કરવું પડશે, પરંતુ હાલ તે પ્લાનિંગ દેખાઈ રહ્યું નથી.