Corona Omicron Variant: ઓમિક્રૉનના ખતરો દુનિયાભરમાં સતત વધી રહ્યો છે. ભારતમાં પણ ઓમિક્રૉનનો ખતરો હવે વધવા લાગ્યો છે. ગુજરાત, કર્ણાટક અને દિલ્હીમાં નવા સંક્રમિતોની પુષ્ટી બાદ દેશમાં ઓમિક્રૉન દર્દીઓની સંખ્યા 88 થઇ ગઇ છે. મુંબઇમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગ કરી દેવામાં આવી છે. આજ કેન્દ્ર સરકાર સ્થિતિની સમીક્ષા બેઠક કરશે. દેશમાં આગામી 15 દિવસમાં પડકારો વધશે જેને લઇને સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે.


કોરોનાની લહેરને સૌથી વધુ ઝેલનારુ મહારાષ્ટ્ર ઓમિક્રૉનથી પણ સૌથી વધુ પરેશાન છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રૉનના 22 કેસો, રાજસ્થાનમાં 17 કેસ, દિલ્હીમાં 10 કેસ, કેરાલામાં 5 કેસ, ગુજરાતમાં 5 કેસ, કર્ણાટકમાં 8 કેસ, તેલંગાણામાં 7 કેસ, પશ્ચિમ બંગાળમાં 1 કેસ, આંધ્રપ્રદેશમાં 1 કેસ, તામિલનાડુમં 1 કેસ, અને ચંદીગઢમાં 1 કેસ આવી ચૂક્યો છે. 


15 દિવસ ભારે, ઓમિક્રૉનનો ખતરો વધ્યો-
ઓમિક્રૉનના વધતા કેસોની વચ્ચે આગામી 15 દિવસ ભારે પડી શકે છે. આનો અહેસાસ મુંબઇ પોલીસને છે. તેથી જ 31 ડિસેમ્બર આખા મુંબઇ શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ દરમિયાન વધુ કડકાઇ રાખવામાં આવી રહી છે. મુંબઇમાં કોઇપણ સાર્વજનિક સભા, રેલી, કે પ્રદર્શનની અનુમતિ નથી. 5 સૌથી વધુ લોકો એક જગ્યાએ એકઠા નથી થઇ શકતા. ક્રિસમસ નજીક છે. સરકાર પણ લોકો એક્શનમાં આવી ગઇ છે. 
સાર્વજનિક સ્થાનો પર માસ્ક અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે. જે લોકોને કોરોનાની વેક્સિનના બન્ને ડૉઝ નથી લગાવાવામં આવ્યા, તેમની એન્ટ્રી બેન કરી દેવમાં આવી છે. 


આ પણ વાંચો- 


આ દેશમાં લોકોના હસવા અથવા ખુશ રહેવા પર સરકારે લગાવી દીધો પ્રતિબંધ, જાણો શું છે કારણ


Pro Kabaddi 2021: પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ કરતા પણ વધારે છે કબડ્ડીના આ બે ખેલાડીઓનો પગાર, જાણો વિગતે


2021 ના અંત સાથે શુક્ર બદલશે રાશિ, આ 4 રાશિઓ માટે 2022ની શરૂઆત રહેશે શાનદાર


રાજ્યના આ વિસ્તારોમાં કોલ્ડ વેવની હવામાન વિભાગની આગાહી


Horoscope Today 17 December 2021:આ ત્રણ રાશિની વ્યક્તિ પર વરસી શકે છે, લક્ષ્મી કૃપા, જાણો રાશિફળ


Vadodara : હવસખોરે મહિલા સાથે બળાત્કાર કરી હત્યા કરી ને પછી લાશ સાથે માણ્યું ફરી શરીરસુખ, હવે.....