પ્રૉ કબડ્ડીઃ પ્રૉ કબડ્ડી લીગ 2021ની શરૂઆત આગામી દિવસોમાં થઇ રહી છે. આ વખતે આની 8મી લીગ રમાશે. આને લઇને ફેન્સમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 22 ડિસેમ્બરથી આ લીગમાં 12 ટીમો ભાગ લેશે. આ 12 ટીમોમાં એકથી એક ચઢિયાતા અને દમદાર ખેલાડીઓ છે. પરંતુ આ વખતે આપણે વાત કરી રહ્યાં છીએ પ્રૉ કબડ્ડીના એવા યોદ્ઘાઓ વિશે જેને પગાર મામલે બધાને ચોંકાવ્યા છે.
પ્રૉ કબડ્ડીમાં બે ખેલાડીઓ એવા છે જે લીગમાં સૌથી વધુ સેલેરી મેળવી છે. આ લોકો 40 મિનીટમાં કરોડો રૂપિયા કમાઇ લે છે. આમાં યુપી યોદ્દાના પ્રદીપ નરવાલ અને તેલુગુ ટાઇમટેન્સના સિદ્ધાર્થ દેસાઇનુ નામ સામેલ છે. આ બન્ને ખેલાડીઓનો પગાર સૌથી વધારે છે.
પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમ કરતા પણ વધારે છે સેલેરી
પ્રૉ કબડ્ડીમાં આ બન્ને ખેલાડીઓનો પગાર પાકિસ્તાની ક્રિકેટ ટીના કેપ્ટન બાબર આઝમથી પણ વધારે છે. ખરેખરમાં પાક કેપ્ટન બાબર આઝમ સૌથી પ્રસિદ્ધ લીગ પાકિસ્તાન સુપર લીગમાં રમે છે. જેમાં તે કરાંચી કિંગ્સના કેપ્ટન છે. વળી કરાંચી કિંગ્સ બાબર આઝમને એક સિઝનના 1.24 કરોડ રૂપિયા આપે છે. જ્યારે આ અહીં કબડ્ડીમાં પ્રદીપ નરવાલ 1.64 કરોડ રૂપિયા અને સિદ્ધાર્થ દેસાઇ 1.30 કરોડ રૂપિયા લે છે. આમ કહી શકાય કે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને આ બે કબડ્ડી યોદ્ધાઓ સેલેરીના મામલે પાછળ પાડી રહ્યાં છે.
આ પણ વાંચો-
આ દેશમાં લોકોના હસવા અથવા ખુશ રહેવા પર સરકારે લગાવી દીધો પ્રતિબંધ, જાણો શું છે કારણ
2021 ના અંત સાથે શુક્ર બદલશે રાશિ, આ 4 રાશિઓ માટે 2022ની શરૂઆત રહેશે શાનદાર
રાજ્યના આ વિસ્તારોમાં કોલ્ડ વેવની હવામાન વિભાગની આગાહી
Horoscope Today 17 December 2021:આ ત્રણ રાશિની વ્યક્તિ પર વરસી શકે છે, લક્ષ્મી કૃપા, જાણો રાશિફળ
Vadodara : હવસખોરે મહિલા સાથે બળાત્કાર કરી હત્યા કરી ને પછી લાશ સાથે માણ્યું ફરી શરીરસુખ, હવે.....