ઉત્તર પ્રદેશમાં લગ્ન બાદ ચોંકાવનારી ઘટના બની હતી. બરેલીમાં એક યુવક અને યુવતીના લગ્ન યોજાયા હતા ત્યાર બાદ વિદાય કરીને દુલ્હો દુલ્હનને લઈને લખનઉ પહોંચ્યો હતો ત્યાર બાદ દુલ્હો સીધો દિલ્હીમાં પોતાની પ્રેમિકા સાથે સુહાગરાત મનાવવા પહોંચી ગયો હતો. મિત્રને હાર્ટ અટેક આવ્યો હોવાનું બહાનું કાઢીને પતિ લગ્નની પહેલી જ રાતે દિલ્હી જતો રહ્યો હતો.
થોડા દિવસ બાદ પતિ સાથે લગ્ન કરીને પહોંચેલી નવી દુલ્હનને જાણવા મળ્યું હતું કે, પતિને દિલ્હીમાં એક પ્રેમિકા છે અને તેને એક બાળક પણ છે. ત્યાર બાદ પત્નીએ આ અંગે સાસરીયા ઉપર અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો હતો.
ઈજ્જતનગર પોલીસે પતિ સહિત સાસરીયાઓ સામે ફરિયાદ નોંધી હતી. ઈજ્જતનગર રેઝીડેન્સ કોલોનીમાં રહેતી શાલિનીએ જણાવ્યું હતું કે, તેના લગ્ન 24 નવેમ્બર 2013માં લખનઉના ઈન્દ્રાનગર નિવાસી આશિષ સાથે થયા હતાં. લગ્નની પહેલી રાતે જ પતિ આશિષ મિત્રને હાર્ટ અટેક આવ્યો હોવાનું બહાનું બનાવી કાઢીને દિલ્હી જતો રહ્યો હતો.
ત્યાર બાદ સસરા દિલીપ કુમાર શર્મા, સાસુ માલતી દેવી, દિયર રવિ કાંત, નણંદ પ્રજ્ઞાનો વ્યવહાર સારો ન હતો. એવું લાગતું હતું કે, ઘરના તમામ લોકો મારાથી કંઈક વાત છૂપાવી રહ્યા છે. સાસરીમાં પીડાઈ રહેલ પત્નીએ આરોપ લગાવ્યો હતો કે, પતિની હિલચાલ ઠીક નહોતી. કામનું બહાનું કાઢીને સીધો પ્રેમિકાને મળવાં દિલ્હી જતો રહેતો હતો.
આરોપ લગાવ્યો છે કે, કોઈ વાતનો વિરોધ કરવા ઉપર પીડિતાના પતિએ પોતાનો બિઝનેસ કરવા માટે પિયરથી 20 લાખ રૂપિયા લાવવા કહ્યું હતું. આ વચ્ચે શાલિનીની જીદ ઉપર પતિ પોતાની સાથે દિલ્હી લઈ ગયો હતો. જ્યાં તે એક મહિલા સાથે રહેતો હતો. એ સમયે પૂછવા ઉપર મહિલાએ કહ્યું હતું કે, તેને આશિષનું એક બાળક પણ છે. આ અંગે ફરિયાદ ઉપર સાસરિયાઓએ તેને ડરાવી ધમકાવીને ચૂપ રહેવા માટે કહ્યું હતું.
લગ્નની પહેલી જ રાતે પત્નીને બહાનું બતાવીને પતિ સીધો દિલ્હી જતો રહ્યો? જાણો કેમ
abpasmita.in
Updated at:
17 Dec 2019 10:21 AM (IST)
મિત્રને હાર્ટ અટેક આવ્યો હોવાનું બહાનું કાઢીને પતિ લગ્નની પહેલી જ રાતે દિલ્હી જતો રહ્યો હતો અને પ્રેમિકા સાથે સુહાગરાત મનાવવા પહોંચ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -