કોલકત્તાઃ કોલકત્તામાં ફાયરિંગની ઘટના બની છે. એક રિપોર્ટ અનુસાર, કોલકત્તામાં આવેલા બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર એક પોલીસકર્મીએ ગોળીબાર કર્યો હતો. જેમાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. બાદમાં પોલીસ કર્મીએ પોતાને ગોળી મારી દીધી હતી.






મૃત્યુ પામનાર મહિલા બાઇક ચલાવતી હતી. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હુમલાખોર પોલીસકર્મી લગભગ એક કલાક સુધી તે જ સ્થળે નાસતો રહ્યો હતો. બાંગ્લાદેશ દૂતાવાસની બહાર બનેલી ઘટના બાદથી વિસ્તારમાં ભયનો માહોલ છે.  ઘટનાનું કારણ જાણવા માટે પોલીસ સીસીટીવીની તપાસ કરી રહી છે. સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે સુરક્ષાકર્મીએ સ્કૂટી પર સવાર મહિલાને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. ગોળી વાગવાથી મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પોલીસનું કહેવું છે કે ઘટનાનું કારણ હજુ જાણી શકાયું નથી, તપાસ ચાલી રહી છે.


 


WhatsApp UPI Payment: તમે WhatsApp દ્વારા UPI પેમેન્ટ પણ કરી શકો છો, શું તમારી પાસે છે બધી જાણકારી


PIB Fact Check: ભારત સરકાર ભારતીય મિશન રોજગાર યોજના હેઠળ યુવાનોને નોકરી આપી રહી છે! જાણો આ વાયરલ મેસેજનું સત્ય


KUTCH : સરહદ ડેરીની પશુપાલકોને મોટી ભેટ, દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો


ગુજરાતના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ધોરણ-9 ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ