Ministry of Home Affairs Recruitment 2022: ગૃહ મંત્રાલયમાં નોકરી માટેની ઉત્તક તક આવી છે. ગૃહ મંત્રાલય (એમએચએ)એ લૉ ઓફિસર, ચીફ સુપરવાઇઝર અને એડમિન ઓફિસરના પદો પર ભરતી માટે નૉટિફિકેશન જાહેર કર્યુ છે. આ ભરતીઓ દિલ્હી સહિત 3 શાખાના કાર્યાલયો મુંબઇ, કોલકત્તા અને લખનઉમાં કરારના આધાર પર કરવામા આવશે.
આ પદો પર ઉમેદવારોને અરજી ટપાલ કે ઇમેલ દ્વારા મોકલવાની રહેશે. આ પદો પર અરજીપત્ર મોકલવાની છેલ્લી તારીખ 24 જૂન 2022 છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા લૉ ઓફિસર, એડમિન ઓફિસર અને અન્ય 42 પદો પર ભરતી કરવામાં આવશે.
વેકેન્સી ડિટેલ -
કુલ જગ્યા- -42
લૉ ઓફિસર ગ્રેડ I- 02
લૉ ઓફિસર ગ્રેડ II- 02
એડમિન ઓફિસર - 02
ચીફ સુપરવાઇઝર - 03
સુપરવાઇઝર - 08
સર્વેયર - 26
કેટલો મળશે પગાર -
લૉ ઓફિસર ગ્રેડ- Iના પદો માટે પસંદગી થનારા ઉમેદવારોને 60,000 રૂપિયા, લૉ ઓફિસર ગ્રેડ- II માટે ઉમેદવારોને 35,000 રૂપિયા, એડમિન ઓફિસર માટે 45,000 રૂપિયા, ચીફ સુપરવાઇઝરને 60,000 રૂપિયા અને સર્વેયરના પદો પર પસંદગી થનારાઓને પ્રતિ માહ 25,000 રૂપિયાનો પગાર આપવામાં આવશે.
શૈક્ષણિક યોગ્યતા -
લૉ ઓફિસરના પદો પર અરજી કરનારા પાસે લૉમાં ડિગ્રીની સાથે પ્રેક્ટિસના ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ અને કૉમ્પ્યુટરનું કાર્યસાધક જ્ઞાન હોવુ જોઇએ. સુપરવાઇઝરના પદો માટે એમબીએ-બીબીએની યોગ્યતા રાખનારા ઉમેદવારો અરજી કરવા પાત્ર છે. સર્વેયરના પદો માટે ઉમેદવારોને 60 ટકા માર્ક્સની સાથે 12મુ પાસ કરેલુ હોવુ જોઇએ.
કઇ રીતે થશે પસંદગી -
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધાર પર થશે.
ક્યાં કરવાની છે અરજી -
ઉમેદવારોએ પોતાની અરજી સીઇપીઆઇ, દિલ્હી પ્રધાન કાર્યાલય, પહેલો માળ, પૂર્વી વિંગ, શિવાજી સ્ટેડિયમ, કનૉટ પેલેસ, નવી દિલ્હી-10001 પર મોકલવાની રહેશે. આ ઉપરાંત અરજી cepi.del@mha.gov.in પર ઇમેઇલના માધ્યમથી પણ મોકલી શકાશે.
આ પણ વાંચો...........
Pooja Hegde એ ઇન્ડિગો એરલાઇન્સ વિરુદ્ધ કરી ફરિયાદ, ટ્વિટ કરી કહ્યુ- 'અમને ધમકાવવામાં આવ્યા'
Americaના ઉત્તરી Marylandમાં ફાયરિંગ, એક પોલીસકર્મી સહિત ત્રણના મોત
HDFCએ ગ્રાહકોને આપ્યો ઝટકો, હોમ લોનના વ્યાજદરોમાં કર્યો વધારો, જાણો કેટલી વધશે EMI
કર્મચારીઓને મળશે એક સપ્તાહમાં ત્રણ દિવસની રજા, આ 70 કંપનીઓએ કરી જાહેરાત
Covid-19: કોરોનાના નવા કેસોમાં 4.8%નો વધારો, છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 7,584 કેસ નોંધાયા