ફરી રડાવી રહી છે ડુંગળી, ભાવ પહોંચ્યો 100 રૂપિયા, સરકારે લીધો આ ફેંસલો
abpasmita.in | 07 Nov 2019 08:52 AM (IST)
શાકભાજીના વધતા ભાવથી આમ આદમીને હાલ રાહત મળે તેમ નથી લાગતું. રાજધાની દિલ્હીમાં ડુંગળીનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. જેના કારણે આમ-આદમી અને ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે.
નવી દિલ્હીઃ શાકભાજીના વધતા ભાવથી આમ આદમીને હાલ રાહત મળે તેમ નથી લાગતું. રાજધાની દિલ્હીમાં ડુંગળીનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. જેના કારણે આમ-આદમી અને ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. દિલ્હીની આઝાદપુર મંડીમાં બે દિવસ પહેલા જથ્થા બંધ ડુંગળીનો ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો હતો. હાલ છુટક ડુંગળી 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે લોકો ખરીદી રહ્યા છે. ડુંગળીના વધતા ભાવ બાદ કેન્દ્ર સરકારે ડુંગળી આયાત કરવાનો ફેંસલો લીધો છે. સરકારના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં જ વિદેશમાંથી ડુંગળીની આયાત શરૂ થશે, જે બાદ ભાવ નિયંત્રણમાં આવશે. આઝાદપુર ઓનિયન મર્ચન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ રાજેન્દ્ર શર્માએ જણાવ્યું કે, બુધવારે મંડીમાં ડુંગળીની આવક આશરે 1,700 ટન હતી. જે બે દિવસ પહેલા ઘટીને 1,000 ટન થઈ ગઈ હતી. કારોબારીઓના જણાવ્યા મુજબ ડુંગળીનો પૂરવઠો યોગ્ય માત્રામાં આવ્યા બાદ ભાવ આપમેળે જ ઘટી જશે. ભારતમાં ડુંગળીના ભાવ વધવા પાછળ હાલ કમોસમી વરસાદ જવાબદાર છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદથી ડુંગળીના ભાવમાં ઉછાળો આવ્યો છે. ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ પડ્યો કમોસમી વરસાદ, જાણો વિગત રાજકોટમાં આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે બીજી T 20 , જાણો કેવું રહેશે હવામાન