આગ્રાઃ અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચમાં એક અરજી દાખલ કરવામાં આવી છે કે તાજમહેલમાં બંધ 22 રૂમ ખોલવામાં આવે અને તેની તપાસ ASI (Archaeological Survey of India ) દ્વારા કરવામાં આવે. અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તાજમહેલમાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ છે. એક રિપોર્ટ અનુસાર, તાજમહેલને લઈને અયોધ્યામાં બીજેપીના મીડિયા ઈન્ચાર્જ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે.






અરજદારે એબીપી ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું હતું કે, "મેં ASIને પૂછ્યું છે કે તાજમહેલમાં આ રૂમ બંધ કરવાનું કારણ શું છે? તેઓએ કહ્યું હતું કે મેં સંસ્કૃતિ મંત્રાલયને પણ પૂછ્યું છે કે સાચું કારણ શું છે? જેના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે રૂમને સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવ્યા છે.


કોના આદેશ પર રૂમ બંધ છે?


જેના પર અરજદારે તેઓને પૂછ્યું હતું કે કોના આદેશથી રૂમને બંધ કરવામાં આવ્યા છે? જેના પર તેમના તરફથી સંતોષકારક જવાબ મળ્યો નથી. ત્યાર બાદ મેં આ અરજી દાખલ કરી છે. તેમણે કહ્યું હતું કે, તાજમહેલ નાની જગ્યા નથી. આ ઓરડાઓ કેમ બંધ છે તેનો જવાબ આપવો જોઈએ. તેમણે કહ્યું કે આ ઓરડાઓના કારણે તાજમહેલને લઈને અવારનવાર વિવાદો સર્જાય છે.


કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાનું મોટું નિવેદન, દેશમાં 2025 સુધીમાં જ દૂર થશે TB


કોંગ્રેસ પાર્ટીની બેઠકમાં પહોંચેલા રાહુલ ગાંધીએ નેતાઓને પૂછ્યું, ‘મારે બોલવાનું શું છે?’, જુઓ વિડીયો


SURAT : કુમાર કાનાણીનો ટ્રાફિક પોલીસ પર મોટો આરોપ, કહ્યું 4000ના દંડનો ભય બતાવી 1000 રૂપિયા પડાવે છે


કોરોનાથી થયેલા મોતના આંકડાઓ અંગેના WHOના રિપોર્ટ પર મનસુખ માંડવિયાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું