નવી દિલ્લી: વન રેંક વન પેંશનને લઈને આપઘાત કરનારા પૂ4વ સૈનિક રામકિશન ગ્રેવાલનું ભવાની સ્થિત ગામમાં ગુરૂવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું. હરિયાણાના ભવાની જિલ્લાના બામલા ગામના રહેવાસી સુબેદાર રામકિશને બુધવારે દિલ્લીમાં જંતર મંતર પર આપઘાત કર્યો હતો, ત્યારબાદ રાજકારણ ગરમાયું હતું. ગુરૂવારે અંતિમ સંસ્કારમાં જોડાવા માટે આવેલા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ધણા રાજનેતાઓ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રામકિશનના પરિવારને એક કરોડન રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. જ્યારે હરિયાણા સરકારે 10 લાખ રૂપિયા અને પરિવારના સદસ્યને નોકરી આપવાની જાહેરાત કરી છે.
અંતિમ સંસ્કારમાં આવેલા કેજરીવાલે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું સરકાર વન રેંક વન પેંશન લાગુ કરે. પીએમ મોદીએ દેશ સામે ખોટુ બોલ્યા છે. અમને કાલે દિલ્લીમાં પીડિત પરિવાર સાથે મળવા દેવામાં નથી આવ્યા જેથી આજે અમે લોકો મળ્યા છીએ. રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ સહિત કૉંગ્રેસ નેતા કમલનાથ, ભૂપેંર સિંહ, દિપેંદ્ર સિંહ હૂડા, ટીએમસી નેતા ડેરેક ઓબ્રાયન સહિતના ઉપસ્થિત રહ્યા હતા.