બેંગલુરુઃ દેશમાં કોરોનાના કેસનું (Coronavirus Cases India) કિડિયારી ઉભરાયું છે. ભારતમાં  કોરોના મહામારીએ ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. કોરોનાને વકરતો અટકાવવા અનેક રાજ્યોએ લોકડાઉન (Lockdown) લગાવ્યું છે, તેમ છતાં અમુક રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. કર્ણાટકમાં પણ લોકડાઉન છે. આ દરમિયાન બેંગલુરુમાં ઓક્સિબસની (Oxybus) શરૂઆત કરવામાં આવી છે.


ઈમરજન્સીની સ્થિતિમાં ઓક્સિબસ 8 દર્દીઓને સપોર્ટ કરશે. ઓક્સિબસમાં દરેક દર્દીને ઓછામાં ઓછા 4 કલાક થી લઈ 8 કલાક સુધી ઓક્સિજન મળશે. આ બસોનો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરાશે. બૃહત બેંગલુરુ મહાનગર પાલિકેના ચીફ કમિશ્નર ગૌરવ ગુપ્તાએએ કહ્યું, બસમાં 6 થી 8 ઓક્સિજન સિલિન્ડર હશે. અમારો ટાર્ગેટ 20 ઓક્સિબસનો છે. આ સર્વિસ એકદમ મફત આપવામાં આવશે. આ માટે અમે કેટલાક સંગઠનો સાથે જોડાણ કર્યુ છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, કર્ણાટકમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5,87,472 છે. જ્યારે 14,05,869 લોકો કોરોના સામે જંગ જીતી ગયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ 19,852 લોકોના મોત થયા છે.



દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,48,421 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4205 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,338 લોકો ઠીક પણ થયા છે. 



  • કુલ કેસ-  બે કરોડ 33 લાખ 40 હજાર 938

  • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 93 લાખ 82 હજાર 642

  • કુલ એક્ટિવ કેસ - 37 લાખ 04 હજાર 099

  • કુલ મોત - 2 લાખ 54 હજાર 197


17 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 27 લાખ 10 હજાર 066 ડોઝ આપવામાં આવ્યા છે.


એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત


સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.


આ પણ વાંચોઃ દેશમાં પ્રથમ વખત નોંધાયા દૈનિક 4200થી વધુ મોત, લોકોમાં ફફડાટ


કોરોનાની બીજી લહેરમાં બાળકોમાં જોવા મળી રહ્યા છે આ છ લક્ષણ, જાણો શું શું થાય છે