નવી દિલ્લી: LOC પાર સર્જિકલ સ્ટ્રાઇકના 6 દિવસ બાદ સોથી મોટી કબૂલાત સામે આવી છે. આ વાત કોઇ બીજાએ નહી પણ એક પાકિસ્તાની રક્ષા વિશેષજ્ઞએ એબીપી અસ્મિતાના કેમેરા સમક્ષ કબૂલ કરી છે.
આ પહેલા પણ અખબાર અને ફોન પર પુરાવા આવી ચુક્યા છે. પણ કેમેરા પર પહેલી વાર રક્ષા મામલાઓના જાણકાર પાકિસ્તાની વિશ્લેષક આયશા સિદ્દીકીએ માન્યુ છે કે ભારતીય કમાંડો એલઓસી પાર સર્જિકલ ઓપરેશન માટે પહોંચ્યા હતા અને તેમણે આતંકીયોને માર્યા હતા. પાકિસ્તાની રક્ષા વિશેષજ્ઞ આયશા સિદીકાએ 29 સપ્ટેંમ્બરની રાતના સર્જિકલ ઓપરેશનના ગવાહોનાં આધાર પર આ નિવેદન આપ્યું છે.