નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રનો આજે બીજો દિવસ છે. શિયાળુ સત્ર 23 ડિસેમ્બર સુધી ચાલશે. કોવિડના કારણે સંસદમાં ખાસ પ્રબંધ કરવામાં આવ્યો છે. સત્રના પહેલા દિવસે ગેરશિસ્ત બદલ કોંગ્રેસ, ટીએમસી અને શિવસેનાના 12 સાંસદોને પૂરા સત્ર માટે રાજ્યસભામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


આ દરમિયાન આજે પ્રધાનમંત્ર મોદીએ સંસદમાં પૂર્વ પીએમ અને રાજ્યસભા સાંસદ એચ.ડી.દેવેગૌડા સાથે મુલાકાત કરી હતી. મોદી તેમને પૂરા આદર સાથે ખુરશી સુધી લઈ ગયા હતા અને સ્થાન ગ્રહણ કરવા આગ્રહ કર્યો હતો. આ તસવીરો ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા શેર કરવામાં આવી છે.






થોડા દિવસ પહેલા દેવેગૌડાએ કરી હતી મોદીની પ્રશંસા


પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવેગૌડાએ કેદારનાથ ધામમાં બદલાવ માટે પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરી હતી. કેદારનાથમાં આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરવા માટે દેવેગૌડાએ પીએમ મોદીને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે, આદિ શંકરાચાર્ચની પ્રતિમાનો સંબંધ કર્ણાટક સાથે છે તે જાણીને ગર્વ થયો છે. મસુરી જિલ્લાના એચડી કોટામાંથી કાઢવામાંથી આવેલા કાળા પત્થરથી સ્થાનિક મૂર્તિકાર અરુણ યોગીરાજે શંકરાચાર્યની મૂર્તિ બનાવી છે.


સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે રાજ્યસભાના 12 સાંસદોનો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેમના પર રાજ્યસભામાં હંગામો કરવાનો આરોપ છે. જોકે આ સાંસદો પર કયા પ્રકારના આરોપ છે તેની વિગતો હવે સપાટી પર આવી છે.બે સાંસદોએ પોતાના સ્કાર્ફથી ફાંસીનો ફંદો બનાવ્યો હતો અને ફંદો ગળામાં નાખી નારાબાજી કરી હતી. આ પૈકીના એક સાંસદ ડોલા સેન પર સંસદીય બાબતોના મંત્રીનો રસ્તો રોકવાનો પણ આરોપ છે.ડોલા સેને તો તેમની સાથે ધક્કા મુક્કી પણ કરી હતી.કોંગ્રેસના સાંસદ ફૂલો દેવી નેતામે કાગળ ફાડ્યા હતા અને રાજ્યસભાના મહાસચિવના ટેબલ પર ફેંક્યા હતા.કોંગ્રેસના સાંસદ છાયા વર્માએ મહિલા માર્શલો સાથે પણ ગેરવર્તન કર્યુ હતુ. અન્ય કેટલાક સાંસદોએ પેપર ફોલ્ડર છીનવી લીધા હતા.કોંગ્રેસના કે નાસિર હુસેન અને શિવસેનાની પ્રિયંકા ચતુર્વેદી પર કાગળો ફાડીને સંસદમાં ફેંકવાનો આરોપ છે.અન્ય એક સાંસદ તો એલઈડી ટીવી મુકવાના સ્ટેન્ડ પર ચઢી ગયા હતા.એક સાંસદે પુરુષ માર્શળનુ ગળુ પકડી લીધુ હતુ. આ ઘટના બાદ સંસદીય બાબતોના મંત્રી પ્રહ્લાદ જોષીએ કહ્યુ હતુ કે, સંસદના ઈતિહાસનો આ સૌથી શરમજનક દિવસ હતો.