બિહારમાં પૂર અને ભારે વરસાદની દુર્ઘટનાના કારણે અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે. બિહારના પાટનગર પટનામાં 80 ટકા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. પ્રશાસને મંગળવાર સુધી સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે. નીતિશ સરકારે રેસ્ક્યુ ઓપરેશન માટે વાયુસેનાના બે હેલિકોપ્ટરની મદદ માંગી છે.
જાણીતી ગાયિકા શારજા સિન્હાએ ફેસબુક પર પોસ્ટ લખી કહ્યું કે રાજેંદ્ર નગરમાં પોતાના ઘરમાં પાણીમાં ફસાઈ ગઈ છું, મદદ નથી મળી રહી NDRF ની રાફ્ટ સુધી પહોંચવું પણ શક્ય નથી, ભારતમાં એરલિફ્ટનુ સુવિધા હોત તો સારૂ હતું, કોઈ રસ્તો હોય તો બતાવો.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, પટના સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હજુ ભારે વરસાદ થઈ શકે છે. જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યાં પૂર પીડિતોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે.