Protest On Nupur Sharma Remarks: નૂપુર શર્માના મોહમ્મદ પયગંબર પરના વિવાદાસ્પદ નિવેદનને લઈને સતત રાજકીય હોબાળો થઈ રહ્યો છે. શુક્રવારની નમાજ પછી મોટી સંખ્યામાં લોકોએ દિલ્હીની જામા મસ્જિદની બહાર પોસ્ટરો અને બેનરો સાથે વિરોધ કર્યો હતો બીજી તરફ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી સહારનપુર સુધી શુક્રવારની નમાજ બાદ લોકોએ ઉગ્ર વિરોધ કર્યો અને પૂર્વ ભાજપ નેતા નુપુર શર્મા અને નવીન જિંદાલની ધરપકડની માંગ કરી હતી.






પ્રયાગરાજના અટાલા વિસ્તારમાં શુક્રવારની નમાજ બાદ સેંકડો લોકો એકઠા થયા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.  લોકો નુપુર શર્મા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જો કે હાલ પરિસ્થિતિ કાબૂ બહાર નથી અને લોકોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પહેલા દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ દ્વારા વિરોધ ન કરવા અપીલ કરવામાં આવી હતી.


શાહી ઈમામે કહ્યું- ઓવૈસીના લોકો પ્રદર્શન કરનારા હોઈ શકે છે


દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામે કહ્યું- અમને ખબર નથી કે કોણ વિરોધ કરી રહ્યું છે. મને લાગે છે કે આ લોકો AIMIM અથવા ઓવૈસી સાથે જોડાયેલા લોકો છે. અમે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે જો તેઓ વિરોધ કરવા માંગતા હોય તો કરી શકે છે પરંતુ અમે તેમને સમર્થન નહીં આપીએ.


દિલ્હી પોલીસે કહ્યું- સ્થિતિ નિયંત્રણમાં છે


દિલ્હી પોલીસે કહ્યું કે સસ્પેન્ડ કરાયેલા બીજેપી નેતા નુપુર શર્મા અને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા નવીન કુમાર જિંદાલના વિવાદાસ્પદ નિવેદન સામે લોકોએ જામા મસ્જિદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. અમે લોકોને ત્યાંથી દૂર કર્યા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.