પટના: બિહારમાં શિવજી અને નંદીની મૂર્તિ દૂધ પીતી હોવાની ફેલાતા મંદિરમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. મોટી સંખ્યમાં લોકો એકઠા થતા પોલીસે જાણ કરવામાં આવી હતી. સૂચના મળ્યા બાદ ભીડના કાબૂમાં કરવા માટે પોલીસે મંદિર સુધી પહોંચવું પડ્યું હતું.

સીતામઢી સુરસંડ પથના મોહનપુર ચોક સ્થિત મંદિરમાં શિવ અને નંદીની મૂર્તિ દૂધ પીતી હોવાની વાત પર મંદિર પાસે હજારો લોકો એકઠા થયા હતા. સૂચના મળ્યા બાદ ભીડને કાબૂમાં કરવા માટે શહેરના થાનાધ્યક્ષ સુબોધ કુમાર મિશ્રા પોલીસ સાથે મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. મંદિરના પૂજારીએ કહ્યું અચાનક શનિવારની સાંજે અફવા ફેલાઈ કે શિવ મંદિર સ્થિત શિવ અને નંદીની મૂર્તિ દૂધ પી રહી છે. થોડી વારમાં હજારો ભક્તો મંદિર પહોંચી મૂર્તિને દૂધ પીવડાવવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. બિહારની સાથે ઉત્તરપ્રદેશના ગાજીપુરના ઘણા મંદિરોમાં પણ આ પ્રકારનો નજારો જોવા મળ્યો હતો.