છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોલ ડિઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. પરંતુ કેટલાક શહેરોમાં આ સમયે પેટ્રોલની કિંમત 100 રૂપિયાને વટાવી ગઈ છે. જો કે 15 માર્ચ સુધી ટેક્સ ઘટાડવા બાબતે નિર્ણય થાય તેવી શકયતા છે. આ બંને પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની યોજના બનાવી રહી છે.

ટેક્સ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર રાજ્યની સરકાર સાથે વાત કરી રહી છે. આ સ્થિતમાં 15 માર્ચ સુધીમાં પેટ્રોલ ડિઝલના ભાવ ઘટી શકે છે. છેલ્લા થોડા મહિનાઓથી ક્રુડની કિંમતમાં બે ગણો વધારો થયો છે. આ રીતે દેશમાં પેટ્રોલ અને ડિઝલની કિંમત હાલના સમયમાં સરેરાશ 92 રૂપિયા અને 86 રૂપિયાને વટાવી ગઈ છે. કેટલાક શહેરોમાં તો પેટ્રોલ 100 રૂપિયાને વટાવી ગયું છે. આ સ્થિતિમાં કોંગ્રેસ સતત સરકારને ઘેરી રહી છે. સાંસદ  સુબ્રમણ્યમ સ્વામીએ પણ વધતા જતાં ભાવ પર કટાક્ષ કર્યો હતો. આ સ્થિતિમાં સરકાર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની યોજના બનાવી રહી છે. જેના પગલે 15 માર્ચ સુધીમાં પેટ્રોલ ડિઝનના ભાવમાં ઘટાડો આવી શકે છે.

.