નવી દિલ્લી: પેટ્રોલના ભાવમાં લીટરે 14 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલમાં પણ લીટરે 10 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ક્રુડ ઓયલમાં થયેલા ભાવ વધારાની નવી કિંમતો આજ મધરાતથી અમલમાં આવશે. મધ્યમ વર્ગના લોકોને મોંધવારીનો માર સહન કરવા તૈયાર રહેવું પડશે. નવરાત્રી દરમિયાન આ ભાવ વધારો કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે 30 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલના ભાવમાં લીટરે 28 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે ડીઝલમાં લીટરે 6 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ થોડા સમયમાં ફરિવાર પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.