અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અયોધ્યમાં ભૂમિ પૂજન દરમિયાન ત્રણસો લોકો ભેગા થશે, જે કોવિડના નિયમો વિરુદ્ધ હશે. જનહિત અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, આ કાર્યક્રમથી કોરોના સંક્રમણનો ખતરો વધી શકે છે. સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે, યૂપી સરકાર કેન્દ્રની ગાઈડલાઈનમાં છૂટ આપી શકે નહીં.
અરજીમાં ગોખલેએ તે આદેશનો પણ ઉલ્લેખ કર્યો જેના હેઠળ બકરી ઈદ પર સામૂહિક નમાજની મંજૂરી આપવામાં આવી નહોતી. જેથી કોરોના ન ફેલાય.
ઉલ્લેખનીય છે કે, પત્રકાર સાકેત ગોખલે વિદેશોમાં અનેક અખબારો સાથે કામ કરી ચૂક્યા છે અને સાથે સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે.