નવી દિલ્હી: બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની મુલાકાતે છે, ત્યારે આજે તેઓ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વીપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાના મુદ્દે ચર્ચા થશે.


વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે કહ્યું કે વડાપ્રધાન મોદી બાંગ્લાદેશના વડાપ્રધાન સાથે મળીને શનિવારે ત્રણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત પરિવહન, સંપર્ક, ક્ષમતાવર્ધન અને સંસ્કૃતિના ક્ષેત્રે છ-સાત સમજૂતીઓ પણ થઈ શકે છે.

નેતાઓ વચ્ચેની વાતચીતમાં વેપાર, સંપર્ક, વિકાસમાં સહયોગ, લોકો વચ્ચે અંદરોઅંદરનો સંપર્ક, સંસ્કૃતિ અને પરસ્પર હિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા થશે.