નવી દિલ્લી: મોદી સરકારે પાકિસ્તાનને એક મોટો ફટકો આપવાની તૈયારી કરી છે. સિંધૂ નદી સમજૂતી પછી હવે સરકાર પાકિસ્તાનને આપવામાં આવેલ ફેવર્ડ નેશનનો દરજ્જા પર ફરીથી વિચાર કરશે. તેના માટે 29 સપ્ટેબરે રિવ્યૂ મીટિંગ બોલાવવામાં આવી છે. આ મીટિંગમાં પીએમઓ, કૉમર્સ મિનિસ્ટ્રી અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ હાજર રહેશે.


પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફના સલાહકાર સરતાઝ અજીજે ભારતને ધમકી આપી છે કે જો ભારતે સિંધૂ જળ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું તો પાકિસ્તાન ઈંટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં જશે.

પાકિસ્તાનને ભારતે 1996માં મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપ્યો હતો. જ્યારે પાકિસ્તાને અત્યાર સુધી ભારતને આ દરજ્જો આપ્યો નથી. કેંદ્રીય નાણાં મંત્રી અર્જુન મેઘવાલે ગત અઠવાડિયે એક ઈંટરવ્યૂમાં પાકિસ્તાનને મળનાર મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો દરજ્જો પુરો કરવાનો ઈશારો કર્યો હતો.