કાર્યક્રમની શરૂઆતમાં પીએમ મોદીએ તમામને હોળીની શુભકામના પાઠવી. મોદીએ કહ્યું, જન ઔષધિ યોજના શ્રેષ્ઠ અને સસ્તી સારવાર ઉપલબ્ધ કરાવવાનો એક સંકલ્પ છે. આ દરમિયાન તેમણે યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી. અનેક લોકોએ પીએમ મોદી સાથે આ યોજનાથી થયેલા લાભની ચર્ચા કરી હતી.
લાભાર્થીની કહાની સાંભળી ભાવુક થયા પીએમ
લાભાર્થીઓ સાથે વાતચીત દરમિયાન પીએમ મોદી દીપા શાહની કહાની સાંભળી ભાવુક થઈ ગયા હતા. દીપાએ કહ્યું, 2011માં મને પેરાલિસિસ થયો હો. જે બાદ હોસ્પિટલમાં મારી સારવાર ચાલતી હતી. દવાઓ ખૂબ મોંઘી આવતી હતી. મહિને 5000 રૂપિયા દવા પાછળ જતા હતા પરંતુ પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના દ્વારા દવાનું બિલ ઘટીને હવે 1500 થઈ ગયું છે. બાકી વધેલા પૈસાથી હું ફળ ખરીદી છું. મહિલાએ આગળ કહ્યું, મોદીજી મેં ભગવાનને તો નથી જોયા પરંતુ મેં તમને ઈશ્વરના રૂપમાં જોયા છે. મહિલાની આ વાત સાંભળી મોદી ભાવુક થઈ ગયા હતા.
જે બાદ મોદીએ દીપાને સંબોધિત કરતાં કહ્યું, તમે બીમારીને હાર આપી છે. તમારો જુસ્સો સૌથી મોટો ભગવાન છે. જેના કારણે તમે સંકટમાંથી બહાર નીકળી શક્યા છો. જે બાદ પીએમ મોદીએ જેનરિક દવાઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, આ દવાથી દીપા ઠીક થઈ, જે આંતરરાષ્ટ્રીય બજારમાં વર્તમાન કોઈ દવાથી આ દવાઓ સસ્તી નથી તેનો પુરાવો છે.
ધોનીની જગ્યાએ કોહલીને કેમ બનાવ્યો કેપ્ટન ? પૂર્વ ચીફ સિલેકટર MSK પ્રસાદે આપ્યો આ જવાબ