નવી દિલ્હી: વડાપ્રધાન નરેંદ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ મેત્રિપાલા સિરીસેના આજે જાફનામાં ભારતની મદદથી ફરીથી બનાવવામાં આવેલા સ્ટેડિયમનું ઉદ્દઘાટન કર્યું હતું. શ્રીલંકાઈ રાષ્ટ્રપતિ ઉદ્દઘાટન પ્રસંગ વખતે સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા, જ્યારે પીએમ મોદી દિલ્હીથી વીડિયો કૉંફ્રેંસિંગના મારફતે જોડાયા હતા.
આ સ્ટેડિયમને ફરીથી બનાવવામાં ભારતને 7 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરી છે. આ સ્ટેડિયમમાં અતંરરાષ્ટ્રીય યોગ દિવસ પણ મનાવવામાં આવશે.