લખનઉ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશને વિકાસ અને રોકાણના 81 પરિયોજનાની ભેટ આપી. પીએમ મોદી 60 હજાર કરોડ રૂપિયાના 81 પ્રોજેક્ટના શિલાન્યાસ કર્યું. યૂપી ઇનવેસ્ટર સમ્મેલન દરમિયાન યૂપી સરકાર અને કેટલીક કંપનીઓ વચ્ચે કરાર કરવામાં આવ્યો જેનું હવે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. શિલાન્યાસ બાદ પીએમ મોદીએ કહ્યું કે યૂપીને આપેલુ વચન સોગાત તરીકે પાછો આપી રહ્યો છું. વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, જો નિયત સાફ અને ઈમાન્દાર હોય તો કોઈની પણ સાથે ઊભા રહેવાથી દાગ નથી લાગતા.


પીએમ મોદીએ કહ્યું કે ભારતને બનાવવામાં ઉદ્યોગપતિઓની મહત્વની ભૂમિકા છે, તેઓને ચોર, લૂટેરા કહેવું કે અપમાનિત કરવું ખોટું છે. પીએમ મોદીએ કહ્યું કે મેં યુપીની 22 કરોડ પ્રજાને વચન આપ્યું હતું કે તેમના પ્રેમને વ્યાજ સહિત પરત કરીશે. અહીં જ પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યાં છે તે તેજ વચનનો એક ભાગ છે. આ પ્રોજેકટ્સ ઉત્તરપ્રદેશમાં આર્થિક અને ઔદ્યોગિક અસંતુલનને દૂર કરવામાં પણ સહાયરૂપ થશે.

કાર્યક્રમમાં પીએમ મોદી સાથે ગૃહમંત્રી રાજનાથ સિંહ, ઉત્તરપ્રદેશના ગર્વનર રામ નાઇક અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યાં હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં આદિત્યકુમાર બિરલા, ગૌતમ અદાણી સહિત અને ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યાં છે. પોતાના બે દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન અનેક પ્રોજેક્ટ લોન્ચ કરશે. આ મહિને જ યુપીમાં પીએમ મોદીની આ છઠ્ઠી મુલાકાત છે અને લખનઉ તેઓ બીજી વખત આવ્યાં છે.

દ્વારા કોંગ્રેસ પર નિશાન સાધતાં પીએમ મોદીએ કહ્યું કે ઉદ્યોગપતિઓનો સાથે જરૂરી છે. પરંતુ જે ખોટું કરશે તેને કાં તો દેશ છોડીને ભાગવું પડશે કે પછી જેલમાં જીવન વિતાવું પડશે. પહેલાં આવું થતું ન હતું કેમકે આજે જે લોકો વિરોધ કરે છે પહેલાં તેઓ પડદાં પાછળથી તેઓને જ સપોર્ટ કરતા હતા.

આ પ્રોજેક્ટ ડિજિટલ ઈન્ડિયા અને મેક ઈન્ડિયાને નવો વિસ્તાર આપવાની દિશામાં ખુબજ મોટા પાયે સિદ્ધ થશે. ઉત્તર પ્રદેશમાં ઈન્ટરનેટ સર્વિસ પહોંચાડવા માટે ફાઈબર નાખવામાં કે આઈટી સેન્ટર સ્થાપવા માટે ડિજિટલ ઇંફ્રાસ્ટ્રક્ચર યૂપીના વિકાસને નવી ગતી આપશે. નવી દિશા આપનાર છે.તેઓએ કહ્યું દુનિયામાં મોબાઈલ બનાવવામાં આપણે બીજા નંબરે પહોંચી રહ્યા છે. દેશમાં મોટી સંખ્યામાં મોબાઈલ બની રહ્યા છે જેના કારણે ડિજિટેલાઈઝેનને ફાયદો થશે.  દુનિયાની સૌથી મોટી મેન્યુફેકચરિંગ યુનિટની શરૂઆત પણ અહીં થઈ ગઈ છે.

પીએમ મોદીએ કહ્યું, એક એવી વ્યવસ્થા ઊભી કરવા માંગીએ છીએ જેનાથી કોઈ પ્રકારના ભેદભાવની શક્યતા જ ન હોય. પ્રક્રિયાઓમાં ગતિ જોવા મળે અને સંવેદનશીલ.