જયપુર: રાજસ્થાનના શ્રીગંગાનગરના પદમપુરમાં ટ્રેક્ટર હરિફાઈ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન ઘાનમંડીમાં બનાવેલો શેડ તૂટી પડતા 300 લોકો નીચે પટકાયા હતા. પોલીસે જણાવ્યા પ્રમાણે લગભગ 22 જેટલા લોકો ઘાયલ થયા છે જેમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જો કે રાહતની વાત છે કે આ દુર્ઘટનામાં કોઈની જાનહાનિ થઈ નથી.
આ ઘટના પાછળ તંત્રએ પોતાની મોટી ચૂક થઈ હોવાનું સ્વીકાર્યું હતું. એડિશનલ એસપીએ જણાવ્યું કે આ કાર્યક્રમ માટે તંત્ર પાસે મંજૂરી લેવામાં આવી નથી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ટ્રેક્ટર રેસ દરમિયાન દીર્ઘામાં હજારો લોકો હાજર હતા ત્યારે ટિન શેડ તૂડી પડ્યો હતો. જેમાં 250 થી 300 લોકો નીચે દાબાઈ ગયા હતા, દર્શકો પર ટિનશેડ પડી જતા ભાગદોડ પણ મચી ગઈ હતી.
તંત્રએ ઘટના પર પોતાની ચૂક થઈ હોવાનું સ્વીકારતા કહ્યું કે આ કાર્યક્રમ માટે કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવી નહોતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ કાર્યક્રમમાં 10 હજારથી વધુ લોકો હાજર હતા અને રેસ દરમિયાન હુટિંગ કરવાના સમયે આ ઘટના બની હતી.