નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે નેપાળ પહોંચી ગયા છે. વડાપ્રધાન નેપાળમાં બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. મોદી પોતાના પ્રવાસની શરૂઆત જનકપુરમાં  જાનકી મંદિરમાં પૂજા-અર્ચના સાથે કરશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન તરીકે મોદીનો આ ત્રીજો નેપાળ પ્રવાસ છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીનો આ પ્રવાસ ગયા મહિને નેપાળના વડાપ્રધાન કેપી  શર્માના ભારત પ્રવાસ બાદ યોજાઇ રહ્યો છે. ઓલી ફેબ્રુઆરીમાં પદ સંભાળ્યા બાદ પ્રથમ વિદેશ પ્રવાસ પર ભારત આવ્યા હતા. નેપાળ રવાના થતાં અગાઉ મોદીએ કહ્યું હતું કે, ભારત નેપાળ સાથે સંબંધોને પ્રાથમિકતા આપે છે.