નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાલુ મહિને ત્રણ દિવસના અમેરિકા પ્રવાસે જશે. જેમાં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે દ્વીપક્ષીય મંત્રણા કરશે. ઉપરાંત QUAD સમિટમાં ભાગ લેશે તેથા UNGAને પણ સંબોધન કરશે.
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે દ્વીપક્ષીય મુલાકાતમાં અફઘાનિસ્તાન, આતંકવાદ, ઈન્ડો-પેસિફિક એન્ડ ક્લાયમેટ ચેંજ જેવા મુદ્દા પર વાત થઈ શકે છે. મોદીની એડવાન્સ ટીમ 9 સપ્ટેમ્બરે યુએસ જાય તેવી શક્યતા છે. વોશિંગ્ટનમાં 23 સપ્ટેમ્બરે જો બાઇડેન સાથે મુલાકાત કરીને મોદી પ્રવાસની સત્તાવાર શરૂઆત કરી શકે છે. QUAD પાર્ટનર્સ સાથે બીજા દિવસે મીટિંગ અને ભારત પરત આવવા નીકળે તે પહેલા 25 સપ્ટેમ્બરે યુએનની જનરલ એસેમ્બલીને સંબોધન કરી શકે છે. માર્ચ, 2021 બાદ પીએમ મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ હશે. માર્ચ મહિનામાં તેઓ બાંગ્લાદેશના પ્રવાસે ગયા હતા.
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને ધ્યાનમાં રાખીને પીએમ મોદીની આ યાત્રા મહત્વપૂર્ણ હશે. પીએમ મોદી જો બાઇડેન સાથે મુલાકાત ઉપરાંત અમેરિકાના ટોચના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી શકે છે. અમેરિકા પ્રવાસ પર મોદીનો એજન્ડા અફઘાનિસ્તાન સંકટ અને ચીન પર રહેશે.
2019માં હાઉડી મોદી
આ પહેલા 2019ના સપ્ટેમ્બરમાં મોદી અમેરિકા પ્રવાસે ગયા હતા. ત્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાઉડી મોદી કાર્યક્રમનો સંબોધન કર્યુ હતું. જેમાં તમણે અબકી બાર ટ્રમ્પ સરકાર નારો આપ્યો હતો. જે ચૂંટણીમાં કામ નહોતો આવ્યો અને ટ્રમ્પની હાર થઈ હતી. હવે જો પ્રધાનમંત્રીનો આ કાર્યક્રમ નક્કી થશે તો બે વર્ષ બાદ તેઓ ફરી અમેરિકા પ્રવાસે જશે.
આ પણ વાંચોઃ T20 World Cup: પાકિસ્તાને કરી ટીમની જાહેરાત, આ દિગ્ગજ ખેલાડીઓને ન મળ્યું સ્થાન
સૌરાષ્ટ્રના આ મોટા શહેરના ભાજપના ગ્રુપમાં અશ્લીલ વીડિયો પોસ્ટ થયો ને પછી....
Aadhar Card માં થયો ચૂપચાપ આ મોટો બદલાવ, હવે પિતા કે પતિના નામના બદલે લખાશે આમ